ટોપ ન્યૂઝનેશનલ

Brijbhushan Sharan Singh ના પુત્ર કરણના કાફલાની કારથી સર્જાયો અકસ્માત, બે લોકોના મોત, એક ઘાયલ

ગોંડાઃ ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના(Brijbhushan Sharan Singh) પુત્ર અને ભાજપના કૈસરગંજ લોકસભા બેઠકના ઉમેદવાર કરણ ભૂષણ શરણ સિંહના કાફલાની કારથી મોટો અકસ્માત(Accident) થયો છે. ફોર્ચ્યુનર કારે 3 લોકોને કચડી નાખ્યા છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ઘાયલ થઇ છે.

ક્યાં થયો અકસ્માત?

આ અકસ્માત યુપીના ગોંડામાં કર્નલગંજ હુજુરપુર રોડ પર બૈકુંઠ ડિગ્રી કોલેજ પાસે થયો હતો. ઘટના સ્થળે ભારે ભીડ એકત્ર થઈ હતી અને ગ્રામજનોએ ફોર્ચ્યુનર કારનો કબજો લઈ લીધો હતો. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી છે અને બાળકોના મૃતદેહોને કબજે લેવામાં આવ્યા છે.

ફોર્ચ્યુનર કાર અને તેના ચાલકની અટકાયત

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કરણ ભૂષણના કાફલાની કાર સાથે અકસ્માત થયો હતો. તે સમયે કરણ કાફલામાં હાજર હતો કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. કરણ ભૂષણનું નામ ફરિયાદમાં નથી. ફરિયાદના આધારે કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ફોર્ચ્યુનર કાર અને તેના ચાલકની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સ્થળ પર હાજર છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય છે.

કોણ છે કરણ ભૂષણ સિંહ?

યુપીની કૈસરગંજ લોકસભા સીટ પર ભાજપે વર્તમાન સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ટિકિટ રદ્દ કરીને તેમના પુત્ર કરણ ભૂષણ સિંહને ઉમેદવાર બનાવ્યા છે. કરણ બ્રિજભૂષણનો નાના
પુત્ર છે. તે ડબલ ટ્રેપ શૂટિંગમાં રાષ્ટ્રીય ખેલાડી રહી ચૂકયા છે.

યુપી રેસલિંગ એસોસિએશનના પ્રમુખ

કરણે બીબીએ અને એલએલબીનો અભ્યાસ કર્યો છે અને ઓસ્ટ્રેલિયાથી બિઝનેસ મેનેજમેન્ટમાં ડિપ્લોમા કર્યું છે. હાલમાં તે યુપી રેસલિંગ એસોસિએશનના પ્રમુખ પણ છે. કરણ પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. કરણના મોટા ભાઈ પ્રતીક ભૂષણ ગોંડા સદરથી ભાજપના ધારાસભ્ય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ શું આ ડ્રાયફ્રૂટ ખાવાથી વધે છે કોલેસ્ટ્રોલ? ચાલો જાણીએ હકીકત… દહીં સાથે ક્યારેય નહી ખાવી જોઇએ આ ચીજ, સ્વાસ્થ્યને થાય છે નુક્સાન