નેશનલ

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ સીજેઆઈ બી.આર. ગવઈનું નિવેદન, મને હિંદુ વિરોધી કહેવો ખોટી બાબત

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે મને હિંદુ વિરોધી કહેવું સંપૂર્ણપણે ખોટી બાબત છે. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે નિવૃત્તિ પછીની કોઈપણ સરકારી જવાબદારી સ્વીકારશે નહીં. તેમજ રાજકારણમાં પ્રવેશવાનો પણ ઇનકાર કર્યો ન હતો.

દરેક પ્રશ્નોના નિખાલસતાથી જવાબ આપ્યા

આ ઇન્ટરવ્યુમાં જૂતા ફેંકવાની ઘટનાથી લઈને નફરતભર્યા ભાષણ, બુલડોઝર ન્યાય, ન્યાયિક ભ્રષ્ટાચાર અને રાજકારણમાં પ્રવેશવાની શક્યતા સહિતના દરેક પ્રશ્નોના નિખાલસતાથી જવાબ આપ્યા હતા. ભૂતપૂર્વ ન્યાયાધીશ ગવઈએ તેમના કાર્યકાળ દરમિયાન જૂતા ફેંકવાની ઘટના વિશે વાત કરતા એક મુલાકાતમાં કહ્યું હતું કે, જૂતાથી હુમલાની મારા પર કોઈ અસર થઈ નથી. મને તે ઘટના પાછળનો હેતુ ખબર નથી.

ધૃણાસ્પદ ભાષણને રોકવા માટે મજબૂત કાયદા ઘડવા અપીલ

તેમણે એમ પણ કહ્યું કે તે ઘટના પછી તેઓ કોર્ટમાં તેમની ટિપ્પણીઓ પ્રત્યે વધુ સાવધ બન્યા છે, કારણ કે સોશિયલ મીડિયા પર સામાન્ય નિવેદનોને પણ વિકૃત કરવામાં આવી રહ્યા હતા. તેમણે કોર્ટની ટિપ્પણીઓના સોશિયલ મીડિયા કવરેજ પર નિયમન લાવવાની અપીલ કરી હતી.

બીઆર ગવઈએ સંસદને ધૃણાસ્પદ ભાષણને રોકવા માટે મજબૂત કાયદા ઘડવાની અપીલ કરી. તેમણે કહ્યું, ધૃણાસ્પદ ભાષણ સમાજને વિભાજીત કરે છે. તેની સામે કડક અને સ્પષ્ટ કાયદાઓની જરૂર છે.

કોલેજિયમ સિસ્ટમ ચાલુ રાખવાની હિમાયત કરી

આ ઉપરાંત તેમણે રાજકીય રીતે સંવેદનશીલ કેસોમાં બેન્ચ-ફિક્સિંગના આરોપોને સ્પષ્ટપણે નકાર્યા હતા. જસ્ટિસ ગવઈએ કહ્યું, મારા કાર્યકાળ દરમિયાન, સરકાર તરફથી કોઈએ ફોન કર્યો ન હતો, કે કોઈ દબાણ કરવામાં આવ્યું ન હતું. ટ્રાન્સફર અને નિમણૂકોમાં કોઈ દખલગીરી કરવામાં આવી ન હતી. તેમણે કોલેજિયમ સિસ્ટમ ચાલુ રાખવાની હિમાયત કરી.

આપણ વાંચો:  બદ્રીનાથના દ્વાર બંધ થવાથી ચારધામ યાત્રા સંપન્નઃ આ વર્ષે 16.60 લાખ ભક્તોએ કર્યાં દર્શન

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button