કેરળના ભૂતપૂર્વ પોલીસ વડા RSSમાં જોડાયા, મંત્રી સામે કેસ કરીને ચર્ચા જગાવેલી

પલ્લીકારા : કેરળમાં ભૂતપૂર્વ ડીજીપી ટી.પી. સેનકુમાર અને આર. શ્રીલેખા બાદ હવે કેરળના ભૂતપૂર્વ પોલીસ વડા જેકબ થોમસ પણ આરએસએસમાં જોડાયા છે. તેમણે કહ્યું છે કે સંઘનો ઉદ્દેશ્ય સાંસ્કૃતિક રીતે વ્યક્તિઓ મજબૂત બનાવવાનો છે. જેકબ થોમસ વર્ષ 2021 માં ભાજપમાં જોડાયા હતા. તેઓ સંઘમાં પૂર્ણ-સમયના પ્રચારક તરીકે સેવા આપશે. તેમણે વિજયાદશમીના દિવસે કેરળના પલ્લીકારામાં એક કાર્યક્રમમાં RSSનો ગણવેશ પહેરીને હાજરી આપી હતી.
સંઘનો ઉદ્દેશ દેશને મજબૂત કરવાનો
તેમણે જણાવ્યું હતું કે જો આપણા સમાજમાં RSS વિચારધારા ધરાવતા લોકો વધુ હશે. તો તે આપણા દેશને મજબૂત બનાવશે. થોમસે કહ્યું કે RSS આવા વ્યક્તિઓ દ્વારા એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરવા માંગે છે. તેમણે કહ્યું હતું કે આરએસએસમાં જાતિ, ધર્મ કે ભાષાના આધારે કોઈ ભેદભાવ નથી અને કોઈ પ્રાદેશિક જૂથવાદ નથી. સંઘનો એકમાત્ર ઉદ્દેશ દેશને મજબૂત અને વિકાસ કરવાનો છે.
વરિષ્ઠ નેતા ઇ.પી. જયરાજન સામે દાખલ કર્યો હતો
જેકબ થોમસ કેરળના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક હતા. તેઓ કેરળમાં વિજિલન્સ અને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોના ભૂતપૂર્વ ડિરેક્ટર પણ હતા. આ દરમિયાન તેમણે તત્કાલીન ઉદ્યોગ મંત્રી અને વરિષ્ઠ નેતા ઇ.પી. જયરાજન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેના લીધે તે ચર્ચામાં આવ્યા હતા.
આપણ વાંચો: કટ્ટર વિરોધી AAP નેતા સૌરભ ભારદ્વાજ PM મોદીની સરકારની કઈ વાતથી ખુશ થયા? જાણો વિગત