ટોપ ન્યૂઝનેશનલ

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ સીએમ સામે સગીરા પર જાતીય સતામણીનો કેસ પોકસો હેઠળ એફઆઇઆર

બેંગલુરુ: કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા બી એસ યેદિયુરપ્પા સામે એક સગીરા પર કથિત રીતે યૌન શોષણ કરવાના આરોપમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે અને તેમની સામે “POSCO” (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ) અને ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

બેંગલુરુની સદાશિવ નગર પોલીસે 17 વર્ષની સગીરાની માતાની ફરિયાદના આધારે આ કેસ નોંધ્યો છે. એફઆઇઆર નોંધાવનાર મહિલા અને તેની પુત્રી છેતરપિંડીના કેસમાં મદદ માટે યેદિયુરપ્પા આપવા પાસે ગયા હતા ત્યારે આ કથિત યૌન શોષણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.


આ મામલે યેદિયુરપ્પાની ઓફિસ તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આવા 53 કેસોની યાદી જારી કરવામાં આવી છે. તેમાં દર્શાવવામાં આવ્યું છે કે આ ફરિયાદી મહિલાએ અલગ અલગ કારણોસર કેસ દાખલ કર્યા છે અને આ મહિલાને આવી ફરિયાદો કરવાની આદત છે.


યેદિયુરપ્પા ત્રણ વખત કર્ણાટકના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. તેમણે 2008 અને 2011 ની વચ્ચે, મે-2018માં થોડા સમય માટે અને ત્યારબાદ જુલાઈ 2019 થી 2021 સુધી કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે સેવા આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button