નેશનલ

‘પાકિસ્તાનના 4 ટુકડા થવા નક્કી છે’ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ DGPએ આવો દાવો કેમ કર્યો?

નવી દિલ્હી: પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા પાકિસ્તાન સામે કાર્યવાહી કરવા અંગે એક પછી એક હાઈ લેવલ મીટીંગ થઇ રહી છે. એવામાં જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ ડીજીપી એસપી વૈદ્યએ મોટં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK) પર દાવો કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. તેમણે પાકિસ્તાનના ટુકડા થવાની પણ શક્યતા વ્યક્ત કરી.

એસપી વૈદ્યએ કહ્યું કે PoK પાછું લેવું એ આપણી સંસદનો સંકલ્પ છે. આજે પાકિસ્તાનની જે આંતરિક પરિસ્થિતિ છે, તે જોતા સ્પષ્ટ છે કે પાકિસ્તાનનું વિભાજન નિશ્ચિત છે.

આ પણ વાંચો: પહલગામ હુમલાને અંજામ આપનારો છે પાકિસ્તાન સેનાનો પૂર્વ કમાન્ડો, જાણો કોણ છે?

‘પોલીસ અને સેનાએ પીછેહઠ કરી’

પાકિસ્તાનમાં સેનાની સ્થિતિ અંગે તેમણે કહ્યું પાકિસ્તાની સેનાની હાલત એટલી ખરાબ છે કે તેઓ બલુચિસ્તાનમાં પ્રવેશ પણ કરી શકતા નથી. ખૈબર પખ્તુનખ્વા (KPK) ના લગભગ 60 ટકા વિસ્તારમાંથી પોલીસ અને સેનાએ પીછેહઠ કરી છે, પાકિસ્તાને પોતે આ પરિસ્થિતિ અંગે સ્વીકાર કર્યો છે.

તેમણે જણાવ્યું કે સિંધે બલૂચ લિબરેશન આર્મી (BLA) સાથે જોડાણ કર્યું છે. ભારત સાથે યુદ્ધ થતાં જ આ ત્રણેય ટુકડાઓ સ્વતંત્રતા જાહેર કરશે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ત્યાંના લોકો આ પ્રકારની સરમુખત્યારશાહીથી કંટાળી ગયા છે.

આ પણ વાંચો: ભારત સરકાર એકશન મોડમાં, પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફનું એક્સ એકાઉન્ટ બેન કર્યું

પાકિસ્તાનમ ભારતીય સેનાનું સ્વાગત થશે:

પાકિસ્તાની સેના પર નિશાન સાધતા તેમને જણાવ્યું કે પાકિસ્તાનના એક પણ આર્મી ચીફનો પરિવાર પાકિસ્તાનમાં રહેતો નથી. તેમની પાકિસ્તાન પ્રત્યે કોઈ વફાદારી નથી. આવી સ્થિતિમાં, પાકિસ્તાન ચાર ટુકડા થવા નક્કી છે.

તેમણે વધુમાં કહ્યું કે જે રીતે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર બોલી રહ્યા છે અને ત્યાંના વડાપ્રધાન સાંભળી રહ્યા છે. એ સ્પષ્ટ છે કે ત્યાં વડાપ્રધાન પાસે કોઈ સત્તા નથી. તેમણે વધુમાં કહ્યું કે જે દિવસે પાકિસ્તાન પર હુમલો થશે, ત્યાંના લોકો ભારતીય સેનાનું સ્વાગત કરશે. પાકિસ્તાની આર્મી ચીફ છેલ્લા કેટલાક દિવસોથી દેખાય નથી, તેઓ ખૂબ ડરી ગયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button