loksabha સંગ્રામ 2024નેશનલ

તેલંગણાની ચૂંટણીમાં ભૂતપૂર્વ ક્રિકેટર ‘ક્લિન બોલ્ડ’: 16,000 મતથી હાર્યા

હૈદરાબાદ: તેલંગણામાં દસ વર્ષ બાદ સત્તા પલટ થઈ છે, જેમાં કોંગ્રેસ બહુમત સાથે તેલંગણાની વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો છે, પણ કોંગ્રેસ તરફથી ચૂંટણીમાં ઊભા રાખવામાં આવેલા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની મોહમ્મદ અઝહરુદ્દીન ક્લિન બોલ્ડ થઈ ગયા છે. અઝહરુદ્દીન પહેલી વખત તેલંગણા હૈદરાબાદના જુબલી હિલ્સ વિસ્તારની સીટ માટે ઉતર્યા હતા, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ બીઆરએસના મગંતી ગોપીનાથ સામે 16,337 મતથી હારી ગયા હતા.

હૈદરાબાદના જુબલી હિલ્સથી પહેલી વખત ચૂંટણી લડનાર અઝહર સામેના બીઆરએસના ઉમેદવારને 80 હજારથી વધુ વોટ મળ્યા હતા અને અઝરને 64,212 વોટ મળ્યા હતા. હૈદરાબાદના રહેવાસી મોહમ્મદ અજહરુદ્દીને 2009માં કોંગ્રેસ તરફથી ઉત્તર પ્રદેશના મોરાદાબાદથી લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવી હતી.

પણ 2014માં અઝર રાજસ્થાનના ટોંક-સવાઈ માધોપુરથી હારી ગયા હતા. અઝરના ક્રિકેટ બાદ રાજનીતિક કારકિર્દી વિશે વાત કરીએ તો તેઓ ટીપીએસએસ એટ્લે તેલંગણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ છે.

હૈદરાબાદના જુબલી હિલ્સ વિસ્તારમાં મુસ્લિમ મતદાતાઓની સંખ્યા વધારે હોવા છતાં અઝર બીઆરએસના મગંતી ગોપીનાથ સામે હારી ગયા હતા. અઝરે અસદુદ્દીન ઓવૈસીની રાજકીય એઆઇએમઆઇએમ પર પહેલા આરોપ લગાડ્યો હતો કે તેઓએ વોટોનું વિભાજન કર્યું છે, જે તેઓ પહેલા પણ કરતા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button