નેશનલ

હેમંત સોરેનને સુપ્રીમ આંચકો, કોર્ટે વચગાળાની જામીન અરજી ફગાવી

જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જેલમાં રહેલા ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટે આંચકો આપ્યો છે. તેમની વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેન જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાંચીની જેલમાં બંધ છે.

હેમંત સોરેન વતી કોર્ટમાં વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ ઉપસ્થિત રહ્યા હતા અને દલીલ કરી હતી. દલીલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એવી દલીલ કરી હતી કે જો હેમંત સોરેનને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપવામાં આવશે, તો જેલમાં બંધ તમામ નેતાઓ જામીનની માંગ કરશે.

કપીલ સિબ્બલે હેમંત સોરેનના વચગાળાના જામીન માટે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવાના સુપ્રીમ કોર્ટના આદેશને ટાંક્યો હતો અને સોરેન માટે પણ આવી જ રાહતની વિનંતી કરી હતી. હેમંત સોરેન સામેની તપાસ રાંચીમાં 8.86 એકર જમીનને લગતી છે, જે તેણે ગેરકાયદેસર રીતે હસ્તગત કરી હોવાનો આરોપ છે. મંગળવારે (21-મે) પણ આ કેસની સુનાવણી થઇ હતી અને જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની વેકેશન બેન્ચે સુનાવણી માટે આજની તારીખ નક્કી કરી હતી.

વેકેશન બેન્ચે સોરેનના વકીલ (કપીલ સિબ્બલ)ને પહેલા એ સમજાવવા કહ્યું હતું કે તેમની(સોરેન) નિયમિત જામીન માટેની અરજી ફગાવી દેવામાં આવ્યા પછી તેમને લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા માટે વચગાળાના જામીન કેવી રીતે આપી શકાય. સોરેનના વકીલોએ કોર્ટના સવાલોના જવાબ આપવા માટે બુધવાર સુધીનો સમય માંગ્યો હતો.

સોરેનની વચગાળાની જામીન અરજીનો વિરોધ કરતા EDએ એવી દલીલ કરી હતી કે આ કેસની તુલના અન્ય કેસ (કેજરીવાલના કેસ) સાથે કરી શકાય નહીં. નહિંતર, દરરોજ કોઈને કોઈ ધરપકડને પડકારવા આવશે અને ફોજદારી કાર્યવાહી અટકી જશે. ઉપરાંત કેજરીવાલના કેસથી પહેલા સોરેનની ધરપકડ થઇ હતી. લોકસભા ચૂંટણીના કાર્યક્રમની ઘોષણા 16 માર્ચે કરવામાં આવી તે પહેલા 31 જાન્યુઆરીએ સોરેનની ધરપકડ કરવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો રાહા કપૂરની જેમ જ એક્સપ્રેશન એક્સપર્ટ છે આ સ્ટારકિડ્સ… આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા…