નેશનલ
પૂર્વ CJI અને રાજ્યસભા સાંસદ રંજન ગોગોઈને આપવામાં આવશે આસામનો આ સર્વોચ્ચ એવોર્ડ….

આસામ: આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ 16 જાન્યુઆરીના રોજ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે પૂર્વ CJI અને રાજ્યસભા સાંસદ રંજન ગોગોઈને આસામ વૈભવ એવોર્ડ આપવામાં આવશે.

હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આસામ સરકાર રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને રાજ્યના સર્વોચ્ચ સન્માન આસામ વૈભવથી સન્માનિત કરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે CJI પદ સંભાળનાર ઉત્તર પૂર્વના પ્રથમ જસ્ટિસ હોવાને કારણે તેમને આ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે.