બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવની તબિયત લથડી, દિલ્હી લઇ જવાશે

પટના: બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક લથડી છે. તેમનું બ્લડ સુગર લેવલ વધતા તબિયત બગડી છે. જ્યારે તેમની પ્રાથમિક સારવાર ડોકટરે તેમને દિલ્હી જવાની સલાહ આપી છે. જેના પગલ લાલુ યાદવે દિલ્હી લઈ જવાશે. તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવશે. જેમા મળતી માહિતી મુજબ લાલુ પ્રસાદ યાદવ છેલ્લા બે દિવસથી બીમાર હતા. જ્યારે આજે સવારથી તેમની તબિયત વધુ બગડી ગઈ છે.
લાલુ પ્રસાદ યાદવે મુંબઈમાં એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સપ્ટેમ્બર 2024મા લાલુ પ્રસાદ યાદવે મુંબઈમાં એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી. તેમને સ્ટેન્ટ મૂકવામાં આવ્યો છે. આ પહેલા 2022માં સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. લાલુ પ્રસાદ યાદવની નાની પુત્રી રોહિણી આચાર્યએ તેમને કિડની દાન કરી હતી. કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી લાલુ પણ સ્વસ્થ હતા. વધતી ઉંમરને કારણે તે કેટલીક બીમારીઓથી પીડાઈ રહ્યાછે. આ પૂર્વે વર્ષ 2014મા તેમની ઓપન હાર્ટ સર્જરી થઈ હતી.
આપણ વાંચો: વક્ફ સંશોધન બિલ લોકસભામાં રજૂ થયું, વિપક્ષે કર્યો હંગામો
કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી પણ લાલુ સક્રિય
લાલુ યાદવ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં પણ સક્રિય રહ્યા હતા. રોહિણી આચાર્યને સારણથી ટિકિટ આપવામાં આવી હતી ત્યારે લાલુ યાદવ પ્રચાર માટે ગયા હતા. તાજેતરમાં જ્યારે મુસ્લિમ સંગઠનોએ પટનાના ગર્દાનીબાગમાં વક્ફ બિલનો વિરોધ કર્યો હતો ત્યારે લાલુ પણ તેમા સામેલ થયા હતા.