ટોપ ન્યૂઝનેશનલ

ભ્રષ્ટાચારના કેસમાં આંધ્રના ભૂતપૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુને 14 દિવસની જેલ

વિજયવાડાઃ તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના પ્રમુખ અને આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુને કથિત કૌશલ વિકાસ નિગમ (સ્કીલ ડેવલપમેન્ટ કોપોરેશન)કૌભાંડ કેસમાં આજે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. આંધ્રના પૂર્વ મુખ્ય પ્રધાન નાયડુને 14 દિવસ સુધી રાજમુંદરી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવશે. તેને ધ્યાનમાં રાખીને જેલની આસપાસ કલમ 144 લગાવી દેવામાં આવી છે.

શનિવારે બપોરે 3.40 વાગ્યે તબીબી તપાસ માટે વિજયવાડાની સરકારી જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને એ પહેલા તેમની લગભગ 10 કલાક પૂછપરછ કરી હતી. ગઈકાલે સીઆઈડીની ટીમે નંદ્યાલ જિલ્લાના જ્ઞાનપુરમ ખાતે આરકે ફંક્શન હોલની બહારથી કેન્દ્રીય પ્રધાન રહી ચૂકેલા નાયડુની ધરપકડ કરી હતી.

સીઆઈડીએ જણાવ્યું હતું કે એન ચંદ્રબાબુ નાયડુએ પૂછપરછ દરમિયાન સહકાર આપ્યો નહોતો. સરકારના સલાહકાર એસ રામકૃષ્ણ રેડ્ડીએ જણાવ્યું હતું કે આર્થિક ગુનાના કેસમાં પોલીસે ધરપકડ પહેલા નોટિસ આપવાની જરૂર નથી. તેમણે કહ્યું કે એફઆઈઆરમાં આરોપીનું નામ ન હોય તો પણ નોટિસ આપવાની જરૂર નથી.

આંધ્રપ્રદેશ પોલીસે શનિવારે કથિત કૌશલ્ય વિકાસ નિગમ કૌભાંડમાં નાયડુને મુખ્ય કાવતરાખોર ગણાવ્યા હતા. આ કથિત કૌભાંડને કારણે રાજ્ય સરકારને 300 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો આરોપ છે. આ દરમિયાન એન ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપી (તેલુગુ દેશમ પાર્ટી)એ સમગ્ર મામલાને લઈને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે નાયડુ વિરુદ્ધ ખોટા કેસ નોંધવામાં આવ્યા છે અને પાર્ટી તેમની સાથે હોવાનું જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…