Rishikeshમાં Foreigners ગંગા કિનારે કર્યું કંઈક એવું કે… વીડિયો થયો વાઈરલ
હૃષીકેશ ભારતનું સૌથી ખૂબ જ પ્રસિદ્ધ આધ્યાત્મિક સ્થાન છે. આ સ્થાન સાથે લોકોની શ્રદ્ધા, આસ્થા અને અને લાગણીઓ જોડાયેલી છે. એમાં પણ છેલ્લાં કેટલાક વર્ષોની વાત કરીએ તો હૃષીકેશ એક પર્યટન સ્થળ તરીકે ભારતના જ નહીં પણ દેશ-દુનિયાના નક્શા પર પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. પરંતુ આ જ ઋષિકેષથી ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે, જેને કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
હાલમાં હૃષીકેશના ગંગા કિનારા પરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક વિદેશી ટૂરિસ્ટ અભદ્ર વસ્ત્રો પહેરીને ગંગા કિનારે મોજ-મસ્તી કરતાં દેખાઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં લોકોએ આ વીડિયો પર ટીકાઓનો મારો કરતાં નારાજગી વ્યક્ત કરી છે.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળી રહી રહ્યું છે વિદેશી મહેમાનોએ અંગપ્રદર્શન કરતાં વસ્ત્રો પહેર્યા છે અને જાણે તેઓ ગોવાના કિનારા પર હોય એ રીતે મોજ-મજા કરતાં જોવા મળી રહ્યા છે, ગંગામાં સ્વિમિંગ કરતાં દેખાઈ રહ્યા છે. આ વીડિયો જોઈને કેટલાક લોકોએ વિદેશ પર્યટકોની આ હરકત સામે સવાલો ઉઠાવતાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @himalayanhindu નામની આઈડી પરથી આ વીડિયો શેર કરાવામાં આવ્યો છે અને આ વીડિયોને કેપ્શનમાં ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામીને ટેગ કરતાં લખ્યું હતું કે પવિત્ર ગંગા નદીને ગોવા બીચ બનાવવા માટે આભાર પુષ્કરસિંહ ધામી, હવે ઋષિકેષમાં આવી ઘટનાઓ બની રહી છે અને ટૂંક સમયમાં જ ઋષિકેષ મિની બેંકોક બની રહ્યો છે.
વીડિયો જોઈને નેટિઝન્સે એવી કમેન્ટ કરી રહ્યા છે કે ઋષિકેષ હવે ધર્મ, અધ્યાત્મ અને યોગનું શહેર ન રહેતાં ધીરે ધીરે ગોવા બની રહ્યું છે. એક યુઝરે લખ્યું હતું કે હૃષીકેશમાં આવી રેવ પાર્ટી, ઝોમ્બી કલ્ચરને પ્રોત્સાહન કેમ આપવામાં આવી રહ્યું છે? દેવભૂમિ આના માટે ઓળખાશે? હૃષીકેશ પોતાની પવિત્રતા અને મહત્વ ખોઈ બેસે એ પહેલાં કંઈક કરવાની માગણી પણ યુઝર્સ કરી રહ્યા છે.
બીજા એક યુઝરે આ વીડિયો પર નેટિઝન્સે લખ્યું હતું કે આ લોકો અહીંની જીવનશૈલી અને સંસ્કૃતિ જોવા માટે લોકો ભારત આવે છે અને ત્યાર બાદ તેમણે અહીંના લોકોની ગરિમાને છાજે એવું વર્તન કરવું જોઈએ. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે જ્યારે વિદેશી પર્યટકો અહીં આવે છે ત્યારે અમારે બાંધછોડ કરવી પડશે?
આ વીડિયો પર અત્યાર સુધીમાં ઢગલો કમેન્ટ્સ આવી રહી છે. લોકોમાં આ વીડિયોને લઈને નારાજગી જોવા મળી રહી છે.