ઇન્ટરનેશનલનેશનલ

વિદેશના વિદ્યાર્થીઓને ભારતના વિઝા સરળતાથી મળશે, સરકારે કરી આ મહત્વની જાહેરાત


નવી દિલ્હી: વિદેશના વિદ્યાથીઓ ભારતની યુનીવર્સીટીઝમાં આભ્યાસ માટે આકર્ષવા કેન્દ્ર સરકાર પ્રયત્નો કરી રહી છે. વિદેશના વિદ્યાર્થીઓને સરળતાથી ભારતના વિઝા મળી રહે એ માટે સરકારે વિઝાની બે સ્પેશિયલ સિરીઝ રજૂ કરી છે.

આ નવા વિઝા શરુ થયા:
અધિકારીઓએ જણાવ્યું કે ગૃહ મંત્રાલયે ‘ઈ-સ્ટુડન્ટ વિઝા’ (e-student Visa) અને ‘ઈ-સ્ટુડન્ટ-એક્સ’ વિઝા (e-student Visa-X) રજૂ કર્યા છે અને તમામ અરજદારોએ સરકાર દ્વારા શરૂ કરાયેલા ‘સ્ટડી ઈન ઈન્ડિયા’ -(SII) પોર્ટલનો ઉપયોગ કરવાનો રહેશે. SII પોર્ટલ પર નોંધાયેલા પાત્ર વિદેશી વિદ્યાર્થીઓ ઈ-સ્ટુડન્ટ વિઝા સુવિધાનો લાભ લઈ શકે છે, જ્યારે ઈ-સ્ટુડન્ટ-X વિઝા ઈ-સ્ટુડન્ટ વિઝા ધરાવતા લોકોના આશ્રિતોને આપવામાં આવે છે.

ભારતમાં લાંબા ગાળાના અથવા ટૂંકા ગાળાના અભ્યાસક્રમો માટે ભણવા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે SII પોર્ટલ પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવે છે.

આ રીતે કરી શકાશે અરજી:
વિદ્યાર્થીઓએ વિઝા માટે અલગથી https://indianvisaonline.gov.in/ પોર્ટલ પર અરજી કરવાની રહેશે, પરંતુ તેમની અરજીની યોગ્યતા SII ID દ્વારા ચકાસવામાં આવશે.

અધિકારીઓએ જણાવ્યું કે વિદ્યાર્થીઓએ SII વેબસાઇટ દ્વારા ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અરજી કરવી ફરજિયાત છે.

કોને મળશે વિઝા?
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇ-સ્ટુડન્ટ વિઝા એવા વિદેશી નાગરિકોને આપવામાં આવશે જેઓ ભારતમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવવા માંગતા હોય અને જેઓ કાયદાકીય અને નિયમનકારી સંસ્થા દ્વારા માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓમાં નિયમિત, ફૂલ ટાઈમ, અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ, પીએચડી અને આવા અન્ય ઔપચારિક પ્રોગ્રામ્સમાં અભ્યાસ કરવા માંગે છે.

અભ્યાસક્રમની અવધિના આધારે વિદ્યાર્થી વિઝા પાંચ વર્ષ માટે ઇસ્યુ કરવામાં આવે છે, તેને વધારી પણ શકાય છે. જેમની પાસે માન્ય ઈ-સ્ટુડન્ટ વિઝા છે તેઓ કોઈપણ ઈચ્છિત ઈમિગ્રેશન બ્રાંચ પરથી ભારતમાં પ્રવેશી શકે છે.

આ પણ વાંચો…વિદાય પહેલા જો બાઇડેને ઇઝરાયલ સાથે કરી હથિયારોની મોટી ડીલ

SII શું છે?
SII એ શિક્ષણ મંત્રાલયનો એક ફ્લેગશિપ પ્રોજેક્ટ છે, જે તેની 600 થી વધુ ભાગીદાર સંસ્થાઓ દ્વારા ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને હોસ્ટ કરે છે, જેમાં એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી, મેનેજમેન્ટ, એગ્રીકલ્ચર, સાયન્સ, આર્ટ એન્ડ હ્યુમાનીટીઝ, લેન્ગ્વેજ સ્ટડીઝ, કોમર્સ, લો, ફાર્મસી, નર્સિંગ, પેરામેડિકલ સાયન્સ અને બૌદ્ધ સ્ટડીઝ, યોગ વગેરે જેવા 8000 થી વધુ વૈવિધ્યસભર અભ્યાસક્રમો ઓફર કરવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button