ઇન્ટરનેશનલનેશનલ

Canadaના આરોપો પર ભારતની જડબાતોડ પ્રતિક્રિયા, “માત્ર આરોપ, કોઇ પુરાવા નથી આપ્યા”

નવી દિલ્હી: ખાલિસ્તાની સમર્થક નિજ્જરની હત્યાના મામલે ભારત-કેનેડાના સબંધોમાં (India-Canada Relations)કડવાશ આવી છે. આ વિવાદ પર ભારતના વિદેશ મંત્રાલયે કેનેડાને જડબાતોડ જવાબ આપ્યો છે. થોડા સમય પહેલા જ એક પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડિયન નાગરિક અને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના મામલામાં ટ્રુડો દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આરોપોને ફરીથી ફગાવી દીધા છે અને કહ્યું છે કે, ટ્રુડો પાસે આ મામલે કોઈ પુરાવા નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ટ્રુડો પાસે આ મામલે કોઈ પુરાવા નથી. તેણે હજુ સુધી ભારતને કોઈ નક્કર પુરાવા આપ્યા નથી. ઉલ્લેખનીય છે કે ટ્રુડોના પાયાવિહોણા આરોપોને કારણે ભારત-કેનેડા સંબંધોમાં તણાવ વધ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે સાર્વજનિક તપાસ દરમિયાન કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ પોતે જ સ્વીકાર કરીને ભારત પર લગાવેલા આરોપોની સત્યતા દર્શાવી છે. તેણે પોતે સ્વીકાર્યું છે કે તેની પાસે ભારત વિરુદ્ધ પુરાવા નથી. વિદેશ મંત્રાલયે રાજદ્વારીઓ વિરુદ્ધ લગાવેલા ખોટા આરોપોને નકારી કાઢ્યા છે.

આ પણ વાંચો :ભારત-કેનેડા તણાવને કારણે રૂ. 70,000 કરોડનો વેપાર દાવ પર!

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, “અમે આ મામલે અમારી સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. તમે જોયું હશે કે છેલ્લા બે દિવસમાં ઘણી પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી છે, જેમાં અમારી સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે કે સપ્ટેમ્બર 2023થી કેનેડા સરકારે અમને કોઇ જ પુરાવા કે માહિતી આપી નથી, ગઈકાલે ફરી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કેનેડાએ ગંભીર આક્ષેપો કર્યા છે, પરંતુ વિદેશ મંત્રાલય તેના રાજદ્વારીઓ સામેના ખોટા આરોપોને નકારી કાઢે છે.

ટ્રુડોએ કર્યો છે આ વાતનો સ્વીકાર:
ભારત અને કેનેડાના રાજ્દ્વારીય સંબંધો સૌથી ખરાબ સ્તરે પહોંચી ગયા છે, જેનું કારણ છે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર લગાવેલા ગંભીર આરોપો. ટ્રુડોએ ગયા વર્ષે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોની સંડોવણીનો આરોપ મૂક્યો અને કહ્યું હતું કે તેમની પાસે માત્ર ગુપ્ત માહિતી છે, જોકે હવે ટ્રુડોએ સ્વીકાર્યું છે કે તેમની પાસે કોઈ ‘નક્કર પુરાવા’ ન હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button