ભારતમાં ફરી બનશે ફોર્ડની ગાડીઓ! આ રાજ્યમાં શરુ કરશે મેન્યુફેક્ચરીંગ
નવી દિલ્હી: વિશ્વની દિગ્ગજ ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર ફોર્ડે બે વર્ષ પહેલા ભારતમાં પ્રોડક્શન યુનિટ્સ બંધ (Ford in India)કરી દીધા હતા. એક અહેવાલ મુજબ ફોર્ડ હવે ભારતમાં ફરી મેન્યુફેક્ચરીંગ ચાલુ કરી શકે છે. ફોર્ડ તમિલનાડુ(Tamilnadu)માં નિકાસ માટે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને ફરીથી શરૂ કરવાની યોજના બનાવી રહી છે.
ફોર્ડે જણાવ્યું હતું કે તેણે રાજ્યની સરકારને પત્ર સુપરત કર્યો છે, તમિલનાડુના મુખ્ય પ્રધાને કહ્યું હતું કે નિકાસ માટે રાજ્યમાં ઉત્પાદન ફરીથી શરૂ કરવા માટે વાટાઘાટ કરી રહ્યા છીએ.
યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત દરમિયાન મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન ‘મેક ઇન ચેન્નઇ’ યોજના અંતર્ગત ફોર્ડ લીડરશિપને મળ્યા હતાં. ફોર્ડ ઇન્ટરનેશનલ માર્કેટ ગ્રૂપના પ્રેસિડેન્ટ કે હાર્ટે જણાવ્યું હતું કે, “અમે તમિલનાડુ સરકાર તરફથી સતત મળી રહેલા સમર્થન માટે આભારી છીએ કારણ કે અમે ચેન્નાઈ પ્લાન્ટ માટે વિવિધ વિકલ્પોની શોધ કરી છે.”
ફોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ પગલાથી વૈશ્વિક બજારોમાં નિકાસ માટે ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવાના હેતુથી મેન્યુફેક્ચરિંગ ફરી શરુ કરવામાં આવશે.”
ફોર્ડ તમિલનાડુમાં કઈ કાર બનાવવાની યોજના ધરાવે છે અને અન્ય વિગતો પછીથી જાહેર કરવામાં આવશે.
ફોર્ડે 2021 માં ડોમેસ્ટિક વેચાણ માટે ભારતમાં કારનું ઉત્પાદન કરવાનું બંધ કર્યું અને 2022 માં નિકાસ માટે પણ પ્રોડક્શન બંધ કર્યું હતું. આ સાથે જ ફોર્ડ વિશ્વના ત્રીજા-સૌથી મોટા કાર માર્કેટમાંથી બહાર નીકળી ગઈ હતી.
દેશમાં ફોર્ડનો એકમાત્ર પ્લાન્ટ વેચવા JSW ગ્રૂપ સાથેના સોદાને આખરી ઓપ આપ્યા બાદ ગયા વર્ષે કંપનીએ સોદાને પડતો મુક્યો હતો. ફોર્ડે તેનો ગુજરાતનો પ્લાન્ટ ટાટાને વેચી દીધો છે.
Also Read –