નેશનલ

આ કારણોસર લખનઊમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ

લખનઊ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઊમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન એકસાથે પાંચથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ રહેશે. આ સિવાય વિધાન ભવન તરફ જતા રસ્તાઓ પણ બ્લોક કરી દેવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.

રાજધાનીમાં ધનતેરસ, દિવાળી, ગોવર્ધન પૂજા, ભૈયા દૂજ, છઠ પૂજા, ગુરુ નાનક જયંતી, કાર્તિક પૂર્ણિમા અને નાતાલના તહેવારને કારણે કલમ 144 લાગુ કરવામાં આવી છે. JCP ઉપેન્દ્ર અગ્રવાલે કલમ 144ને લઈને સતર્ક રહેવા લખનઊપોલીસ કમિશનરેટને માર્ગદર્શિકા જારી કરી છે અને વિધાનસભા તરફ જતા રસ્તાઓ પર ઘોડાગાડા, ટ્રેક્ટર-ટ્રોલી વગેરે પર પણ પ્રતિબંધ રહેશે. આ આદેશ આજથી 31 ડિસેમ્બર, 2023 સુધી અમલમાં રહેશે.

JCP ઉપેન્દ્ર અગ્રવાલે જણાવ્યું છે કે 2 નવેમ્બરથી 31 ડિસેમ્બર 2023 સુધી વિવિધ કાર્યક્રમો અને તહેવારો તેમજ વિવિધ પ્રવેશ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલમાં, વિવિધ પક્ષના કાર્યકરો/ભારતીય ખેડૂત સંગઠનો દ્વારા આયોજિત કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને, શહેરમાં શાંતિ જાળવવા માટે પ્રતિબંધિત આદેશ હેઠળ કલમ 144 લાગુ કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન જો કોઈ જાહેર સ્થળે પાંચ કે તેથી વધુ લોકો ભેગા થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

કલમ 144 હેઠળ, ટ્રેક્ટર, ટ્રેક્ટર-ટ્રોલી, ઘોડાગાડા, બળદ ગાડા, ભેંસ ગાડા, ટોંગા ગાડાની સાથે હથિયારો, જ્વલનશીલ પદાર્થો, સિલિન્ડર વગેરે લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ હશે.

આ સાથે ત્યાં જતા માર્ગ પર કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
સરકારી કચેરીઓ અને એસેમ્બલી બિલ્ડીંગોની ઉપર અને તેની આસપાસ એક કિલોમીટરની ત્રિજ્યામાં ડ્રોનથી શૂટીંગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સાથે જ, શહેરમાં જો કોઈ પણ પ્રકારનો વિરોધ પ્રદર્શન ઈકો ગાર્ડન સિવાય અન્ય કોઈ જગ્યાએ પરવાનગી વિના યોજવામાં આવશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે, તેમ પણ જાણવા મળ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો