નેશનલ

સુપ્રીમ કોર્ટમાં પહેલી વખત મૂક-બધીરે કરી સાંકેતિક ભાષામાં દલીલો…

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં પહેલીવાર મૂક-બધીર વકીલ હાજર થયા હતા. કોર્ટે તેમને દુભાષિયાની મદદથી દલીલ કરવાની મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટમાં એક મૂક મહિલા વકીલ સારા સનીએ સંકેતિક ભાષા દ્વારા સુપ્રીમ કોર્ટને પોતાનો મુદ્દો સમજાવ્યો હતો. દુભાષિયા સૌરભ રોય ચૌધરીની મદદથી જ તેને પોતાની દલીલો કોર્ટમાં રજૂ કરી હતી. કેસની કાર્યવાહી દરમિયાન પહેલા ફક્ત સૌરભ રોય જ વર્ચ્યુઅલ રીતે વિડીયો સ્ક્રીન પર હાજર થયા હતા. પરંતુ જ્યારે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ સંકેતોને સમજવા માટે સૌરભ રોય ચૌધરીને દલીલો આપતા સાંભળ્યા, ત્યારે તેમણે કહ્યું કે સારા સનીને પણ સ્ક્રીન પર સ્થાન આપવું જોઈએ. ત્યારબાદ બંને સ્ક્રીન પર આવ્યા અને કોર્ટમાં પોતાની દલીલો સાંકેતિક ભાષામાં રજૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે CJI DY ચંદ્રચુડ હંમેશા ન્યાયની સમાન પહોંચ સુનિશ્ચિત કરવાની હિમાયત કરતા રહ્યા છે. ગયા વર્ષે જ તેમણે સુપ્રીમ કોર્ટ સંકુલના વ્યાપક સુલભતા ઓડિટનો આદેશ આપ્યો હતો. તેનો ઉદ્દેશ વિકલાંગો માટે ન્યાય પ્રણાલીને વધુ સુલભ બનાવવાનો હતો.

ત્યારે સારા સનીએ કોર્ટમાં સાંકેતિક ભાષામાં દલીલો કરીને મૂક-બધીર લોકો માટે એક નવો દરવાજો ખોલ્યો હતો. તેની દલીલો અને દુભાષિયાની ત્વરિત રીતે કરાતા ટ્રાન્સલેશનથી CJI DY ચંદ્રચુડ પ્રભાવિત થયા હતા. અને ન્યાયાધીશે કાયદાની લાઇનમાં આ બદલાવને આવકાર્યો હતો.

ઉલ્લેખનીય છે કે CJIએ પોતે બે વિકલાંગ દીકરીઓને દત્તક લીધી છે. CJI DY ચંદ્રચુડ તેમની બે વિકલાંગ પુત્રીઓ સાથે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત તમામને આશ્ર્ચર્ય સાથે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે બંને પુત્રીઓને બતાવ્યું હતું કે તે ન્યાયાધીશ તરીકે ક્યાં બેસે છે અને વકીલો ક્યાં દલીલ કરે છે. CJI બંનેને પોતાની ચેમ્બરમાં લઈ ગયા અને ચેમ્બર પણ બતાવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button