નેશનલ
પ્રજાસત્તાક દિવસની પરેડમાં પ્રથમવાર આર્મી દંપતી કર્તવ્ય પથ કૂચ કરશે
નવી દિલ્હી: મેજર જેરી બ્લેઝ અને કેપ્ટન સુપ્રીથા સીટી ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં બે અલગ-અલગ ટુકડીઓના સભ્યો તરીકે કર્તવ્ય પથ પર કૂચ કરનાર પ્રથમ યુગલ બનશે. મેજર બ્લેઈઝે જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિવસની પરેડના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે. જૂન ૨૦૨૩માં લગ્ન કરનાર દંપતીએ કહ્યું કે આ એક સંપૂર્ણ સંયોગ છે કે તેઓ આ પ્રસંગે સાથે કૂચ કરી રહ્યા છે.
કેપ્ટન સુપ્રીથાએ કહ્યું કે શરૂઆતમાં મેં મારી પસંદગીની પરીક્ષા આપી અને પાસ થઈ. પછી મારા પતિ પણ તેમની રેજિમેન્ટમાંથી પસંદ થયા. પરેડની તાલિમને લીધે અમને બે મહિના સાથે રહેવા મળ્યું.
તેઓ કોલેજ દરમિયાન નેશનલ કેડેટ કોર્પ્સનો ભાગ હતા. તેઓ હાલ દિલ્હીમાં રહે છે. તેઓ અલગ-અલગ રેજિમેન્ટમાંથી છે અને પ્રેક્ટિસ સેશનમાં અલગથી ભાગ લે છે.