નેશનલ

200 રુપિયા માટે સગીર વિદ્યાર્થીને અર્ધનગ્ન કરીને માર માર્યો, વીડિયો બનાવ્યો

ઝાંસી: ઉત્તર પ્રદેશ (યુપી)ના ઝાંસીમાંથી બનેલી એક ક્રૂરતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં દસમાં ધોરણમાં ભણતા એક સગીરવયના વિદ્યાર્થીને તેની સાથે ભણતા ક્લાસમેટે તેને અર્ધ નગ્ન કરીને માર મારવાનો વીડિયો બનાવ્યો હતો. તેણે આ માત્ર પીડિત વિદ્યાર્થી પાસેથી 200 રૂપિયા પાછા મેળવવા માટે આ હરકત કરી હોવાનું જાણવા મળ્યું હતું.

આ મુદ્દે પોલીસ અધિકારીએ જણાવ્યુ હતું કે પીડિત વિદ્યાર્થીએ આરોપી પાસેથી 200 રૂપિયા ઉધાર લીધા હતા અને તે આ પૈસા પરત ન કરતાં તેણે આવું કર્યું હતું. આ ઘટના સોમવારે શહેરના એક પાર્કમાં બની હતી. પીડિત વિદ્યાર્થી તેના મિત્ર સાથે પાર્કમાં વાતચીત કરી રહ્યો હતો, ત્યારે અહીં ચાર-પાંચ છોકરાઓ કારથી આવ્યા હતા અને તેમણે પીડિત વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો હતો.


આ છોકરાઓએ પીડિતને લશ્કરની સેનાના જવાનોની પ્રેક્ટિસ જોવાના બહાને જંગલમાં લઈ ગયા હતા. જંગલમાં જતાં ત્યાં પહેલેથી જ બે છોકરાઓ ત્યાં ઊભા હતા. આ બધાએ મળીને પીડિતને માર મારી તેનો વીડિયો ઉતાર્યો હતો. આ મામલે હવે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.


આ મુદ્દે પીડિત વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યું હતું કે આ બધા આરોપીઓ નશાની હાલતના હતા, અને તેમણે પીડિત વિદ્યાર્થીને પણ દારૂ પીવા જબરજસ્તી કરી હતી. જ્યારે તેણે ના પાડી તો ત્યાં રહેલા છ લોકોએ તેને બેલ્ટ વડે માર માર્યો હતો અને કપડાં ઉતારવા કહ્યું હતું. આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.
પીડિત વિદ્યાર્થી આ સ્થળેથી જેમ તેમ છટકી ઘરે પહોંચ્યો હતો. આરોપીઓએ પીડિતને માર મારવાનો વીડિયો બનાવી તેને વાઇરલ કર્યો હતો અને જો તે આ મામલે પોલીસ પાસે ગયો તો તેને મારી નાખવાની ધમકી આપી હતી. પીડિતે જણાવ્યું કે તેને આ વીડિયો વાઇરલ થતાં તેના ગામમાં નીકળવામાં પણ શરમ આવે છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker