નેશનલ

હેં ભગવાન! ખાવાની ચીજોમાંથી આ શું શું નીકળી રહ્યું છે, જનતાના જીવ સાથે આવી રમત?

અમદાવાદઃ એક તરફ દેશની મોટી બ્રાન્ડ્સના મસાલાનો વિદેશમાં વિરોધ થાય છે અને તેના પર પ્રતિબંધ મૂકાય છે. દૂધથી માંડી રસોડોના દરેક માસાલામાં ભેળસેળ હોવાની ખબરો રોજ આવે છે. સરકારી એજન્સીઓ દરોડા પાડી રોજ આવો માલ-સામાન જપ્ત કરે છે ત્યારે હવે છેલ્લા દસેક દિવસમાં તો રેડી ટુ ઈટ ખાદ્યપદાર્થોમાંથી કીડા-મકોડા નહીં પણ મોટા જીવજંતુંઓ અને માણસના અંગો મળવાના સમાચારોએ ચિંતા ફેલાવી દીધી છે. (insects in food) આઈસક્રીમમાંથી માણસની આંગળીથી માંડી ફ્લાઈટમાં બ્લેડ, કે વેફરમાંથી મૃત દેડકો મરવાની ઘટનાઓ આમ જનતા માટે ખૂબ જ ચિંતાજનક છે.

ગુજરાત સહિત દેશમાં બનેલી આ ઘટનાઓની યાદી દિવસે દિવસે લાંબી થતી જાય છે. દરેક કંપની પોતે સતર્ક હોવાના, ગ્રાહકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા હોવાના દાવા કરે છે. ગુજરાત ઉપરાંત બિહાર, મુંબઈ, નોઈડા અને બૅંગલુરુમાં પણ લોકોને આવા કડવા અનુભવ થયા છે. આ બધા કેસમાં ફૂડ ડિલિવરી એપ પર ઓર્ડર કરી મગાવેલી વસ્તુઓમાં આવું બન્યું છે. છેલ્લા 10 દિવસમાં આવી ઘટનાઓએ માઝા મૂકી છે.

આજે અમદાવાદના દેવી ઢોસા હાઉસમાં સાંભરમાંથી મરેલો ઉંદર નીકળવાની ઘટનાના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તો ગઈકાલે ગુજરાતના જામનગરમાં જાણીતી વાલાજી વેફર્સ કંપનીના પેકેટમાંથી મૃત દેડકા મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ફરિયાદ બાદ ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં દાસ ખમણની ચટણીમાંથી જીવાત નીકળી હતી.

13મી જૂને મુંબઈના મલાડ વિસ્તારમાં એક ડોક્ટરે આઈસ્ક્રીમ કોન ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. જ્યારે તેણે આઈસ્ક્રીમ ખાવાનું શરૂ કર્યું ત્યારે તેને કંઈક અજુગતું લાગ્યું હતું. જ્યારે તેણે (human finger in icecream)આઈસ્ક્રીમની અંદર ધ્યાનથી જોયું તો તેને એક માનવની કપાયેલી આંગળી મળી આવી હતી. આ પછી સનસનાટી મચી ગઈ હતી. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો જાગૃત બન્યા છે.

આ પણ વાંચો : આઈસક્રીમ કોનમાં માનવ આંગળી: પોલીસે આંગળી કપાયેલા કર્મચારીને પુણેમાં શોધી કાઢ્યો

Human finger in ice cream cone: Police find worker with amputated finger in Pune
image by news 18

9મી જૂને બેંગલુરુથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી ફ્લાઈટમાં એક મુસાફરે ખોરાકમાં બ્લેડ (blade in food) મળ્યાની ફરિયાદ કરી હતી અને એર ઈન્ડિયાએ પણ બ્લેડ જેવી વસ્તુઓ હોવાનું કબૂલ્યું છે. હવે એર કંપની તેની તપાસ કરી રહી છે. આ ઉપરાંત બેંગલુરુના એક દંપતીએ ઓનલાઈન ઓર્ડર કરેલા સામાનમાં એક જીવતો કોબ્રા મળી આવતા ચોંકી ઉઠ્યા હતા. તેમણે આ વસ્તુ એમેઝોન પરથી મંગાવી હતી. ઘટના બાદ કંપનીએ માફી માંગી હતી અને તપાસની ખાતરી પણ આપી હતી.

16મી જૂને બિહારના બાંકા પાસેની ઇજનેરી કૉલેજના વિદ્યાર્થીઓના ભોજનની થાળીમાં મૃત સાપ નીકળ્યાનો (dead snake in food)દાવો કર્યો હતો. વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો હતો. ત્યાર પછી અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી.
એક મહિલાએ મગાવેલી હર્શીઝ ચોકલેટ સિરપમાંથી મરેલો ઉંદર નીકળ્યાની ઘટનાએ પણ સોશિયલ મીડિયામાં હોબાળો મચાવ્યો હતો.

16મી જૂને નોઈડામાં સેક્ટર-12માં રહેતી મહિલાએ ઓનલાઇન શોપિંગ એપથી વેનિલા આઇસક્રીમ મગાવ્યો હતો. મહિલાએ આઇસક્રીમનો ડબ્બો ખોલતાં જ તેમાંથી કાનખજૂરો નીકળ્યો હતો. તેણીએ આનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. બીજી ઘટના 18 જૂને ગ્રેટર નોઈડામાં બની હતી. જેમાં જ્યૂસની દુકાનેથી ફ્રૂટ જ્યૂસમાંથી વંદો નીકળ્યો હતો.

અતિ વ્યસ્ત જીવન જીવતા કે પછી મોજમસ્તી કરવા ઈચ્છતા લોકો બહારનું ખાવાનું ઓર્ડર કરે છે અને મોટે ભાગે ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ પરથી ફૂડ આઈટમ સહિતની વસ્તુઓ ઓર્ડર કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ માટે સારી એવી રકમ લોકો ખર્ચે છે. ત્યારે ઘરે આવતું રૉ ફૂડ કે બહારથી મળતું કૂક્ડ ફૂડ જો સુરક્ષિત ન હોય તો જનતાએ ક્યાં જવું?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો