નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 6th ‘Budget 2024’ રજૂ કરશે
નવી દિલ્હી: આજે એટલે કે 1લી ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરતા પહેલા નાણા પ્રધાનનો કાર્યક્રમ કેવો હશે અને બજેટ 2024 સંસદમાં કયા સમયે રજૂ થશે એ જાણીએ. આજે સવારે 8.15 વાગ્યાના સમયે નાણા પ્રધાને સૌપ્રથમ તેમની ટીમ સાથે ફોટો સેશનમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ તેમણે બજેટ 2024 તૈયાર કર્યું હતું.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સવારે 9.15 કલાકે સંસદ પહોંચ્યા અને 10 વાગે કેબિનેટની બેઠક મળી હતી જેમાં બજેટ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. હવે નાણા પ્રધાન સવારે 11 વાગ્યાના સમયે સંસદમાં વર્ષ 2024નું વચગાળાનું બજેટ રજૂ કરશે. આ વર્ષે ચૂંટણીઓ યોજાવાની હોવાથી ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી સરકાર જુલાઈ મહિનામાં સંપૂર્ણ બજેટ રજૂ કરી શકે છે.
નાણાં પ્રધાન સીતારમણ દ્વારા બજેટ 2024ની રજઈઆત બાદ બજેટ સંબંધિત તમામ દસ્તાવેજો સરકારી સાઈટ
https://www.indiabudget.gov.in/
પર ઑનલાઇન અપલોડ કરવામાં આવશે જેથી અને દેશના તમેમ નાગરિકો જોઈ અને સમજી શકે.
આજે જે બજેટ રજૂ કરવામાં આવશે તે નાણાકીય વર્ષ 2024-25 માટે હશે આથી રજૂ થનાર વચગાળાના બજેટ પર મતદાન કરવામાં આવશે. જેનાથી સરકારને એપ્રિલ-મેમાં યોજાનાર ચૂંટણીઓ બાદ નવી સરકાર આવે ત્યાં સુધી અમુક વસ્તુઓ પર ખર્ચ કરવાનો અધિકાર મળી શકશે.
નોંધનીય છે કે 2014માં મોદી સરકારે સત્તા સંભાળ્યા બાદ નાણા મંત્રાલયની જવાબદારી ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીને સોંપવામાં આવી હતી. તેમણે 2014-15 થી 2018-19 સુધી સતત પાંચ વખત બજેટ રજૂ કર્યું હતું. જેટલીની નાદુરસ્ત તબિયતને કારણે 2019ની સામાન્ય ચૂંટણી પહેલા પીયૂષ ગોયલને નાણાં મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. તેમણે 1 ફેબ્રુઆરી 2019 ના રોજ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. 2019ની ચૂંટણી બાદ મોદી સરકારમાં નાણાં વિભાગની જવાબદારી નિર્મલા સીતારમણને સોંપવામાં આવી હતી. તે પછી તેણે સતત પાંચ વખત બજેટ રજૂ કર્યું છે. આ ઉપરાંત તે બજેટ રજૂ કરનાર ઈન્દિરા ગાંધી બાદ બીજા મહિલા પણ બની ગઈ છે. ઈન્દિરા ગાંધીએ નાણાકીય વર્ષ 1970-71નું બજેટ રજૂ કર્યું હતું.