નેશનલ

આસામના પૂરે કાઝીરંગાના 10 ગેંડાનો લીધો ભોગ

આસામમાં આવેલા ભારે પૂરને કારણે કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ (KNPTR) માં10 ગેંડા સહિત લગભગ 200 જંગલી પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે. જોકે, છેલ્લા કેટલાક દિવસમાં હવે પૂરનો પ્રકોપ ઓછો થતા રિઝર્વના સત્તાવાળાઓએ રાહતનો શ્વાસ લીધો છએ. નોંધનીય છે કે 1,300 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ, KNPTR, જેમાં 2600 થી વધુ એક શિંગડાવાળા ગેંડા છે, તે લુપ્તપ્રાય પ્રજાતિઓનું સૌથી મોટું નિવાસસ્થાન છે. અહીં 135 વાઘ પણ છે.

સોમવારે સવારે જારી કરાયેલા બુલેટિન મુજબ આ સિઝનમાં પૂરના કારણે 198 પ્રાણીઓના મોત થયા છે જેમાં 10 ગેંડા, 179 હોગ ડીયર, 3 સ્વેમ્પ ડીયર, 1 મકાક, 2 ઓટર, 1 સ્કોપ્સ ઘુવડ અને 2 સાંભર હરણનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત KNPTRમાંથી રાષઅટ્રીય ઘોરી માર્ગ પણ પસાર થાય છે, જેના પરથી દિવસમાં સરેરાશ 3,500 વાહનો પસાર થાય છે. અહીંથી પસાર થતા વાહનો માટે સ્પીડ લિમિટ રાખવામાં આવી છે, પણ છતાંય ક્યારેક વાહનની અડફેટે આવવાથી પ્રાણીઓ મૃત્યુપામે છે.

છેલ્લા આઠ વર્ષમાં, કુલ 85 ગેંડા કેએનપીટીઆરમાં પૂર દરમિયાન મૃત્યુ પામ્યા છે જેમાં 24 એકલા 2017માં મૃત્યુ પામ્યા હતા. 2022માં પૂરના કારણે કોઈ ગેંડાના મૃત્યુ નોંધાયા નથી.
રાજ્ય સરકારે જાહેર કરેલા એક અંદાજ મુજબ રાજ્યના 35 માંથી 18 જિલ્લાઓમાં 244,629 વ્યક્તિઓ પૂરથી પ્રભાવિત છે. પૂરના કારણે વિસ્થાપિત થયેલા 30,000થી વધુ લોકો રાહત શિબિરોમાં આશરો લઈ રહ્યા છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button