નેશનલ

ફ્લાઇટમાં બોમ્બની ધમકીઓ પર ધમકી આપી રહ્યા છે આ X હેન્ડલ, કરોડો રૂપિયાનું થઈ ચૂક્યું છે નુકસાન…

નવી દિલ્હીઃ ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત ડઝનેક ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર છેલ્લા 24 કલાકમાં બોમ્બની ધમકીઓ મળી છે. જે ફ્લાઈટને બોમ્બની ધમકી મળી છે તેમાં ઈન્ડિગો, વિસ્તારા, અકાસા અને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. છેલ્લા નવ દિવસમાં, ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત 150થી વધુ ફ્લાઇટ્સને બોમ્બની ધમકીઓ મળી છે. તપાસ દરમિયાન @chetansingh444 અને @Andtulip17849 હેન્ડલ પરથી ધમકીઓના મુદ્દા પણ પ્રકાશમાં આવ્યા છે.

આ પણ વાંચો : Bomb Threat: વધુ 10 ફ્લાઈટ્સને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, તમામ એજન્સી સતર્ક

ધમકીઓને કારણે કરોડો રૂપિયાનું નુકસાન

બોમ્બની ધમકી મળવાની પ્રક્રિયામાં માત્ર એરલાઈન્સને જ નહીં પરંતુ મુસાફરોને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળ્યા બાદ આખી ફ્લાઈટની તપાસ કરવામાં આવે છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલી પડે છે. તેમજ એરલાઈન્સ તપાસ દરમિયાન સમય, ઈંધણ અને અન્ય ઘણી બાબતોમાં કરોડો રૂપિયા ગુમાવે છે. છેલ્લા 2 દિવસમાં બોમ્બની મળેલી ધમકીઓને કારણે વિવિધ એરલાઈન્સને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને હજુ પણ ધમકીઓનો સિલસિલો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.

Credit : indiatv

X હેન્ડલ્સ શું પર ધમકીમાં શું લખવામાં આવ્યું છે?

X હેન્ડલ @schizobomer10 એ વિવિધ ફ્લાઇટ્સ સામે ધમકીઓ પોસ્ટ કરી છે. એક પોસ્ટમાં તેણે અંગ્રેજીમાં લખ્યું છે, ‘ફ્લાઇટ 91650માં બોમ્બ છે. તે અમૃતસરથી રવાના થઈ હતી અને દેહરાદૂન ખાતે લેન્ડ થવાની હતી. દરેક વ્યક્તિ મરી જશે. ઓનબોર્ડ આતંકવાદીઓ ટૂંક સમયમાં બોમ્બ વિસ્ફોટ કરશે. કોઈ બચશે નહીં.’ તમને જણાવી દઈએ કે બોમ્બની આ ધમકીઓ બાદ તમામ ફ્લાઈટની તપાસ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ જ તેમને ફ્લાઈટમાં મોકલવામાં આવી રહ્યા છે. આ એક્સ એકાઉન્ટ 16 ઓક્ટોબર સુધી એક્ટિવ હતું, ત્યારબાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. એ જ રીતે @chetansingh444 અને @Andtulip17849 હેન્ડલ્સ પરથી પણ બોમ્બની ધમકીઓ આપવામાં આવી હતી.

આ પણ વાંચો : “આ તારીખોમાં એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ના કરતા”, ખાલિસ્તાની અલગાવવાદી પન્નુનએ આપી ધમકી

અત્યાર સુધીમાં માત્ર એકની જ ધરપકડ

ફ્લાઇટમાં બોમ્બની આટલી ધમકીઓ પાછળ કોનો હાથ છે તે હજી સુધી જાણી શકાયું નથી. એજન્સીઓ આ અંગે આકાશ પાતાળ એક કરી રહી છે પરંતુ કોઈ નક્કર કડી મળી નથી. આ મામલે અત્યાર સુધીમાં માત્ર એક જ વ્યક્તિની ધરપકડ થઈ છે, જે મુંબઈથી થઈ છે. સોશિયલ મીડિયામાં જે હેન્ડલ પરથી ધમકી આપવામાં આવી છે, તેના સુધી પહોંચવાની એજન્સીઓ કોશિશ કરી રહી છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker