લદ્દાખ: કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ(Ladakh)ના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં સેનાના જવાનો સાથે એક દુ:ખદ દુર્ઘટના ઘટી છે. સેનાના જવાનો ટેન્કને નદી ક્રોસ કરવાનો અભ્યાસ(Tank exercise) કરી રહ્યા હતા, આ દરમિયાન નદીનું જળસ્તર અચાનક વધી ગયું હતું, જેના કારણે ટેન્ક પાણીમાં ફસાઈ ગઈ હતી, કેટલાક જવાનો શહીદ થયા હોવાની આશંકા છે. સેનાના એક ઉચ્ચ અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
ખરેખર, શુક્રવારે દૌલત બેગ ઓલ્ડીમાં ટેન્ક અભ્યાસ ચાલી રહ્યો હતો અને અહીં સેનાની ઘણી ટેન્ક હાજર હતી. ટેન્ક દ્વારા નદી કેવી રીતે પાર કરવી તેની પ્રેક્ટિસ ચાલી રહી હતી. આ કવાયત દરમિયાન જ્યારે એક ટેન્કએ નદી પાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અચાનક નદીનો પ્રવાહ વધી ગયો અને ટેન્ક ફસાઈ ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ટેન્કમાં કુલ 4-5 સૈનિકો હતા.
સેનાના અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટના સમયે ટેન્કમાં સેનાના પાંચ જવાન હાજર હતા. જેમાં એક JCO અને ચાર સૈનિકોનો સમાવેશ થાય છે. એક જવાનને શોધી કાઢવામાં આવ્યો છે, જ્યારે બાકીના ચારની શોધ ચાલુ છે.
ભારતીય સેનાની T-72 ટેન્ક સાથે અભ્યાસ કરી રહી છે. ભારત પાસે 2400 T-72 ટેન્ક છે. ભારતીય સેના લાંબા સમયથી આ ટેન્કનો ઉપયોગ કરી રહી છે.