નેશનલ

Andhra Pradesh માં ફિલ્મના પ્રથમ શો પૂર્વે વિચિત્ર ઘટના, પશુની બલિ ચઢાવી, આરોપીઓની ધરપકડ…

હૈદરાબાદ : ફિલ્મની સફળતા માટે સામાન્ય રીતે કલાકારો ભગવાનના દર્શન કરે અથવા તો કોઇ બાધા રાખતા હોય છે. પરંતુ આંધ્રપ્રદેશમાં(Andhra Pradesh) ફિલ્મના શો પૂર્વે એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મળતી માહિતી મુજબ આ ઘટના 12 જાન્યુઆરીના રોજ ફિલ્મ “ડાકુ મહારાજ” ના પ્રથમ શો પૂર્વે બની હતી. જેમાં સિનેમા હોલમાં પશુની બલિ ચઢાવી હતી. જોકે,આ ઘટના પ્રકાશમાં આવતા પોલીસે સિનેમા હોલમાં પશુની બલિ આપવા બદલ પાંચ લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : મહાકુંભમાં ભક્તિમાં લીન જોવા મળી બોલિવૂડ અભિનેત્રી, વીડિયો વાયરલ

બાલકૃષ્ણના પોસ્ટર પર પશુનું લોહી લગાવવા બદલ ધરપકડ

આ અંગે માહિતી આપતા પોલીસે અધિકારીએ જણાવ્યું કે, આ અંગે પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ દ્વારા ઇ-મેઇલ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદના આધારે પોલીસે શંકરય્ય, રમેશ, સુરેશ રેડ્ડી, પ્રસાદ અને મુકેશ બાબુની ધરપકડ કરી છે. આ બધા આરોપી પર પશુની બલિ ચઢાવવા અને ફિલ્મના એક્ટર એન. બાલકૃષ્ણના પોસ્ટર પર પશુનું લોહી લગાવવા બદલ ધરપકડ કરી છે. લોકપ્રિય ટોલીવુડ અભિનેતા અને હિન્દુપુરના ધારાસભ્ય એન. બાલકૃષ્ણ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુના સંબંધી છે.

સવારે 3 વાગ્યે પશુનું બલિદાન આપવામાં આવ્યું

આ ફરિયાદ બાદ તિરુપતિ પૂર્વ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, 12 જાન્યુઆરીના રોજ સવારે 3 વાગ્યે પશુનું બલિદાન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આરોપીને તાત્કાલિક જામીન મળી ગયા હતા.

આ પણ વાંચો : Saif Ali Khan પરના હુમલા અંગે કરિનાના એકસ બોયફ્રેન્ડને પૂછાયો સવાલ, ગુસ્સામાં કહ્યું…

જોકે, પશુ બલિદાનની આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં એક આરોપી પશુના ધડને તેના શરીરથી અલગ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન સેંકડો દર્શકો અને ફિલ્મ જોનારાઓએ ઉજવણી કરી અને તેમના મોબાઇલ ફોન પર આના ફોટા લીધા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button