૧૯૭૧ના યુદ્ધના ભવ્ય વિજયની યાદમાં દિલ્હીમાં પ્રથમવાર વિજય દિવસ પરેડ | મુંબઈ સમાચાર

૧૯૭૧ના યુદ્ધના ભવ્ય વિજયની યાદમાં દિલ્હીમાં પ્રથમવાર વિજય દિવસ પરેડ

નવી દિલ્હી: ૧૯૭૧ના બંગલાદેશ મુક્તિ યુદ્ધની યાદમાં બીએસએફએ શનિવારે પ્રથમ વખત વિજય દિવસ પરેડ યોજી હતી. જેમાં પાકિસ્તાન સામે ભારતીય સશસ્ત્ર દળોની ઐતિહાસિક જીત જોવા મળી હતી.

બોર્ડર સિક્યોરિટી ફોર્સે એક્સ પર જણાવ્યું હતું કે, બીએસએફના મહાનિર્દેશક નીતિન અગ્રવાલે દક્ષિણ પશ્ર્ચિમ દિલ્હીમાં સરહદ રક્ષક દળના છાવલા કેમ્પ ખાતે ઔપચારિક પરેડની સલામી લીધી હતી અને શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી હતી. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આ પ્રથમ વખત હતું જ્યારે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા ફોર્સના સ્તરે સંપૂર્ણ વિજય દિવસ પરેડ યોજવામાં આવી હતી. અગાઉ સંબંધિત બટાલિયન અને એકમોએ ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન તેમના જીવનની આહુતિ આપનારા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના પોતાના કાર્યક્રમો યોજ્યા હતા.

એક્સ પરની પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે બંગલાદેશ મુક્તિ સંગ્રામ દરમિયાન બીએસએફના નોંધપાત્ર યોગદાનને યાદ કરવા અને બંગલાદેશની મુક્તિ તરફ દોરી જતા ૧૯૭૧ના યુદ્ધમાં ભારતીય સશસ્ત્ર દળોની જીતને માન આપવા માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Back to top button