નેશનલ

આજે ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-૨૦ મેચ

વિશાખાપટ્ટનમ: આજે ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી-૨૦ મેચ રમાશે. વિશાખાપટ્ટનમમાં રમાનારી મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત સામે મળેલી હારનો બદલો લેવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે ભારતીય ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને મોહમ્મદ શમી જેવા સ્ટાર ખેલાડીઓનો સમાવેશ કરાયો નથી.

યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ ઇનિંગની શરૂઆત કરશે. ત્યારબાદ તિલક વર્મા ત્રીજા નંબર પર રમતો જોવા મળી શકે છે. એશિયન ગેમ્સમાં પણ આ જ ખેલાડીઓ ટોપ થ્રીમાં રમ્યા હતા.

મિડલ ઓર્ડરની વાત કરીએ તો કેપ્ટન સૂર્યકુમાર યાદવ ચોથા નંબર બેટિંગ માટે ઉતરી શકે છે. આ પછી ઈશાન કિશન અથવા જીતેશ વર્મા રમતા જોવા મળી શકે છે. આ બેમાંથી એકને વિકેટકીપિંગની જવાબદારી સંભાળવાની છે. રિંકુ સિંહ છઠ્ઠા નંબર પર ફિનિશરની ભૂમિકામાં જોવા મળશે.

અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈ સ્પિનની જવાબદારી સંભાળશે. આવેશ ખાન, મુકેશ કુમાર અને અર્શદીપ સિંહ ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે.

ઑસ્ટ્રેલિયાની ટીમમાં વર્લ્ડ કપ રમનારા ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ અને આઝમ ઝમ્પા જેવા ખેલાડીઓ છે, પરંતુ પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, ડેવિડ વોર્નર અને જોશ હેઝલવુડ જેવા કોઈ સિનિયર ખેલાડી નથી.

ટ્રેવિસ હેડ સાથે વિસ્ફોટક બેટ્સમેન મેથ્યુ શોર્ટ ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. આ બંને બેટ્સમેન ઝડપી રન બનાવવા માટે જાણીતા છે. આ પછી સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ અને માર્કસ સ્ટોઇનિસ જેવા અનુભવી ખેલાડીઓ મિડલ ઓર્ડરમાં રમશે. કેપ્ટન મેથ્યુ વેડ અને ટિમ ડેવિડ મેચ ફિનિશરની ભૂમિકામાં જોવા મળી શકે છે. એડમ ઝમ્પા મુખ્ય સ્પિનર રહેશે. આ સિવાય ફાસ્ટ બોલિંગમાં સીન એબોટ, નાથન એલિસ અને જેસન બેહરેનડોર્ફ જવાબદારી સંભાળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button