નેશનલ

આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી-૨૦

ડરબન: બંને દેશ વચ્ચેની ત્રણ ટી-૨૦ મૅચની શ્રેણી આજથી એટલે કે રવિવારથી શરૂ થવાની હોવા વચ્ચે ભારતની યુવા ક્રિકેટ ટીમ અને દક્ષિણ આફ્રિકાની અનુભવી ખેલાડીઓથી ભરેલી ટીમ વચ્ચે આજે પ્રથમ ટી-૨૦ મૅચ રમાશે.

આઈપીએલ ન રમી શકેલો ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યા, અગ્રણી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, વિરાટ કોહલી અને રોહિત શર્માની ગેરહાજરીમાં ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે કેવું પ્રદર્શન કરશે એ અંગે અનિશ્ર્ચિતતા પ્રવર્તી રહી છે.

સૂર્યકુમાર યાદવની કૅપ્ટનશિપ હેઠળ ભારતે ઑસ્ટ્રેલિયાની ટીમને ઘરઆંગણે ૪-૧થી પરાજય આપ્યો હતો.

વર્લ્ડ કપના માત્ર ૭૨ કલાકની અંદર જ આ શ્રેણી યોજાઈ હતી.

ઑસ્ટ્રેલિયાના મુખ્ય બોલરોને આરામ આપવામાં આવ્યો હતો અને વરિષ્ઠ ખેલાડીઓ એટલા થાકી ગયા હતા કે ત્રીજી મૅર પૂરી થયા બાદ તરત જ તેઓ વતન જવા રવાના થયા હતા.
દક્ષિણ આફ્રિકાની ટીમે કાગિસો રાબાડા તેમ જ ઈજાગ્રસ્ત ઍન્રિચ નૉર્તજે અને લન્ગી ન્ગીડીને આરામ આપ્યો હોવા છતાં ઘરઆંગણે રમી રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમને હળવાશથી લઈ શકાય એમ નથી.

ટી-૨૦ શ્રેણી માટે ભારતની ટીમમાં ૧૭ ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શ્રેયસ ઐય્યર, મૂકેશકુમાર અને ઈશાન કિશાન વન-ડેનો હિસ્સો નહીં હોય.

ભારતીય ટીમમાં ઑપનર અને ત્રીજા નંબરના ખેલાડી માટે ખૂબ રસાકસી જોવા મળશે. યશસ્વી જયસ્વાલ પુરવાર કરી દીધું છે કે તે આ સ્થાન માટે યોગ્ય છે.

શુભમન ગીલ આ સ્થાન માટે પહેલી પસંદગી હશે તો માત્ર બાવન બોલમાં ૧૦૦ રન બનાવનાર ઋતુરાજ ગાયકવાડની પણ અવગણના કરી શકાય એમ નથી. ચોથા ક્રમાંક પર કૅપ્ટન સૂર્યકુમાર યાદવ રમવાનો હોવાને કારણે ઈશાન કિશાન માટે મુશ્કેલી સર્જાઈ શકે એમ છે. પાંચમા સ્થાને શ્રેયસ ઐય્યર રમે એવી પૂરી શક્યતા છે. ઐય્યરનો ટીમમાં સમાવેશ કરવામાં આવશે તો તેવા સંજોગોમાં ફિનિશર તરીકે પંકાયેલા રિન્કુ સિંહને ટીમમાં સ્થાન મળે એવી શક્યતા ગૌણ છે.

જિતેશ શર્મા છઠ્ઠા સ્થાન પર ફિનિશર તરીકે પોતાનું સ્થાન જમાવી રહ્યો હોવાને કારણે ઈશાન કિશાન માટે ટીમમાં સ્થાન મેળવવું પડકારજનક હશે.

ટીમ
ભારત: સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગીલ, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, રિન્કુ સિંહ, શ્રેયસ ઐય્યર, ઈશાન કિશાન (વિકેટકીપર), જિતેશ શર્મા (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા (વાઈસ કૅપ્ટન), વૉશિંગ્યન સુંદર, રવિ બિશ્ર્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મૂકેશકુમાર, દીપક ચહર.

દક્ષિણ આફ્રિકા: ઍડન માર્કરામ (કૅપ્ટન), ઑટ્ટનિલ બાર્ટમેન, મૅથ્યુ બ્રિટ્ઝકે, નાન્દ્રે બર્ગર, ગૅરાલ્ડ કૉટ્ઝી (પ્રથમ અને બીજી ટી-૨૦), ડૉનોવન ફરેરા, રિઝા હૅન્ડ્રીક્સ, માર્કો જાન્સેન (પ્રથમ અને બીજી ટી-૨૦), હૅન્રિક કિઆસેન, કેશવ મહારાજ, ડૅવિડ મિલર, ઍન્ડિલ ફૅહલૂકવાયો, ટાબ્રઝ શામશી, ત્રિસ્તાન સ્ટબ્સ અને લિઝાડ વિલિયમ્સ. (એજન્સી)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત