NEET-UG પેપરલિકને લઈને CBIએ નોંધી પ્રથમ FIR

નવી દિલ્હી: શિક્ષણ મંત્રાલય દ્વારા NEET-UG 2024ની પરીક્ષામાં થયેલ કથિત ગેરરીતિઓનેની (NEET-UG Paper Leak)વ્યાપક તપાસ CBIને સોંપી છે અને એજન્સીએ તેની કાર્યવાહી શરૂ કરી દીધી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની ફરિયાદ બાદ સીબીઆઇએ આજ રવિવારે આ કેસની પ્રથમ ફરિયાદ નોંધી છે. શિક્ષણ મંત્રાલયની ફરિયાદ પર સીબીઆઇએ IPCની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો: NEET પરીક્ષાને લઇને રાહુલ-પ્રિયંકા ગાંધીના પ્રહાર, કહ્યું મોદી સરકાર શિક્ષણ માફિયા સામે લાચાર
કેન્દ્ર સરકારે શનિવારે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીના (NTA) પ્રમુખ સુબોધ કુમાર સિંહને પદ પરથી હટાવીને મોટી કાર્યવાહી કરી છે. સરકારે NTAના પ્રમુખને હટાવવાની કામગીરી સાથે એજન્સીની કામગીરીની તપાસની સમીક્ષા માટે એક પેનલ પણ નીમવામાં આવી છે.
આ પણ વાંચો: NEET પેપર લીકના તાર Maharashtra સુધી પહોંચ્યા, લાતુરથી બે શિક્ષકની ધરપકડ
સીબીઆઇ દ્વારા પેપર લીક કેસને લઈને એક અલગ કેસ નોંધવામાં આવ્યો છે. બિહાર અને ગુજરાતમાં ચાલતા કેસને તેમાં હાથ ધરવામાં આવ્યા છે. આ બંને રાજ્યોની પોલીસ તેમના સ્તરે તપાસ અને ધરપકડ કરી રહી છે. આ મામલો 5 મેના રોજ સામે આવ્યો હતો અને ત્યારબાદ અનેક લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે પેપરલીક બાદ દેશના અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.