રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીને પહેલી વખત ફટકો, જાણો શું થયું?
નવી દિલ્હી: રાજ્યસભામાં ભાજપની સંખ્યા ઘણા વર્ષોમાં પહેલી વખત ૯૦ની નીચે (BJP’s tally in Rajya Sabha dips) આવી ગઈ છે, પરંતુ આગામી સપ્તાહમાં યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપ અને તેના સાથી પક્ષોને આ ખોટની ભરપાઈ કરવાની સાથે બેઠકો જીતવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ને વિપક્ષ પર તેમની સંખ્યાત્મક શ્રેષ્ઠતાને કારણે બિહાર, મહારાષ્ટ્ર અને આસામમાં બે-બે બેઠક અને હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ત્રિપુરામાં એક-એક બેઠક જીતવાનો વિશ્વાસ છે અને ચાર નવા નામાંકિત સભ્યો જ્યારે પણ સરકાર તેમને નામ આપે છે ત્યારે ટ્રેઝરી બેન્ચ તરફી હોવાની પણ અપેક્ષા રાખવામાં આવે છે.
આ પણ વાંચો : Maharashtraમાં ભાજપ માધવ ફોર્મ્યુલા પર ભાર મૂકશે, આરએસએસનો પણ મોટો પ્લાન
આમ છતાં નામાંકિત સભ્યો સામાન્ય રીતે તેમના પક્ષના જોડાણની દ્રષ્ટિએ ગૃહમાં સ્વતંત્ર હોય છે, તેઓ પરંપરાગત રીતે સરકારના એજન્ડાને ટેકો આપતા હોય છે. રાજ્યસભામાં વર્તમાન સંખ્યાબળ ૨૨૬ છે, જેમાં ભાજપ પાસે ૮૬, કોંગ્રેસ પાસે ૨૬ અને તૃણમૂલ કોંગ્રેસ પાસે ૧૩ બેઠક છે. હાલમાં ૧૯ બેઠક ખાલી છે.
સત્તાધારી કોંગ્રેસ બીઆરએસના ભોગે તેલંગણામાં એક માત્ર બેઠક જીતવા માંગે છે, પરંતુ રાજસ્થાનમાં મજબૂત બહુમતી ધરાવતા ભાજપને લીધે તેનો એ લાભ રદ થઈ શકે છે. ભાજપ હરિયાણાની એક બેઠક જીતવા માટે પણ વિશ્વાસ ધરાવે છે જ્યાં તેના રાજ્યસભાનાં સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાની લોકસભાની ચૂંટણીને કારણે ખાલી જગ્યા ભરવા માટે મતદાન યોજાશે.