નેશનલ

થાઈલૅન્ડમાં ફટાકડાના કારખાનામાં સ્ફોટ: ૨૩નાં મોત

બેંગકોક : મધ્ય થાઈલૅન્ડમાં ફટાકડાના કારખાનામાં સ્ફોટ થતાં ઓછામાં ઓછા ૨૩ જણ મરણ પામ્યા હતા એવી માહિતી સરકારની ડિઝાસ્ટર રિલીફ એજન્સીએ આપી હતી. ડિપાર્ટમેન્ટ ઑફ પ્રિવેન્શન એન્ડ મિટિગેશને કહ્યું હતું કે આ દુર્ઘટનામાં લોકોને ઈજા પણ થઈ હતી પરંતુ તેમણે ચોક્કસ આંકડો આપ્યો નહોતો. અધિકારીઓ સુફન બુરી પ્રાંતના વિસ્તારને ઘેરીને ત્યાં અસરગ્રસ્ત લોકોને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. ધડાકાના કારણની તપાસ થઈ રહી છે.

સુફન બેરી બેંગકોકથી વાયવ્યમાં ૭૫ કિલોમીટરના અંતરે આવ્યું છે અને ચોખા ઉગાડનારા મધ્ય થાઈલૅન્ડના ભાગના કેન્દ્રમાં છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં હાજરી આપી રહેલા વડા પ્રધાન સેટ્થા થેવિસિનની ઓફિસે એક વીડિયો શૅર કર્યો હતો જેમાં તેમને રીજનલ પોલીસ કમાન્ડર માહિતી આપી રહ્યા છે કે ધડાકા વખતે ૨૦-૩૦ કામદારો કારખાનામાં હતા અને એમાંથી કોઈ મળ્યા નથી. એક બચાવ કામદારે કહ્યું હતું કે ૧૫-૧૭ જણ મરણ પામ્યા હશે. ગણતરી કરવી મુશ્કેલ છે કારણ કે મૃતદેહના ચીથરે ચીથરા ઊડી ગયા છે. આખું કારખાનું ધરાશયી થઈ ગયું છે. (એજન્સી)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button