કેરળમાં ફૂટબોલ મેચ પહેલા આતિશબાજી બની બેકાબુ: 30 થી વધુ ઘાયલ

મલ્લપુરમ: કેરળમાં એક ફૂટબોલ મેચ દરમિયાન ગંભીર દુર્ઘટના બની હતી, મલ્લપુરમમાં એક ફૂટબોલ સ્ટેડિયમમાં આતિશબાજી દરમિયાન (Firecrackers exploded Kerala football ground) આગ લાગી હતી, જેમાં 30 લોકો થોડા ઘાયલ થયા હતાં. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ સુધી જાનહાનીના કોઈ એહવાલ નથી. અહેવાલ મુજબ એરિકોડના ફૂટબોલ સ્ટેડિયમમાંઓલ-ઈન્ડિયા સેવન્સ ફૂટબોલ ટુર્નામેન્ટ હેઠળ યુનાઇટેડ એફસી નેલીકુથ અને કેએમજી માવુર વચ્ચેની ફાઇનલ મેચ રમાઈ રહી હતી. આ મેચ પહેલા ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. ફટાકડા ફૂટ્યા પછી, તે દૂર દૂર સુધી ફેલાઈ ગયા, જેના કારણે સ્ટેડીયમાં બેઠેલા લોકો તેની ચપેટમાં આવી ગયા. આ ઘટના બાનાતા દર્શકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો.
આ ઘટના ગઈકાલે રાત્રે લગભગ 8.30 વાગ્યે બની હતી. મેચની શરૂઆત પહેલા ફટાકડાના ફોડવામાં આવ્યા હતાં. કેટલાક ફટાકડા ગેલેરીની આગળની લાઈનમાં બેઠેલા દર્શકો વચ્ચે પડ્યા. જેના કારણે કેટલાક લોકો દાઝી ગયા અને કેટલાક ફટાકડાથી બચવા માટે દોડતી વખતે પડી ગયા. ઘાયલોમાં મોટાભાગના બાળકો છે. સ્થાનિક લોકો અને પોલીસે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આગ ઓલવવા માટે મુક્કમથી ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ કે ઘાયલોને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, કોઈને ગંભીર ઈજાઓ થઈ નથી.
Also read:નેધરલેન્ડમાં ફૂટબોલ મેચ દરમિયાન ઇઝરાયેલના નાગરિકો પર હુમલો, 12 લોકો ઘાયલ…
નિયમોનું ઉલંઘન:
પ્રાથમિક અહેવાલ મુજબ ફટાકડાના ઉપયોગ અને ફટાકડા ફોડવા માટે કોઈ સાવચેતી રાખવામાં આવી ન હતી. ફટાકડા ફોડવા માટેના કાયદાનું પાલન કર્યા વિના મેદાનમાં ફોડવામાં આવ્યા.