
ઈન્ફાલ: મણિપુરમાં એક વર્ષથી વધુ સમયથી પ્રવર્તી રહેલી હિંસા અને તણાવ(Manipur Violence) એક ગંભીર ઘટના બની છે, ઇમ્ફાલ(Imphal)આવેલા મુખ્ય પ્રધાન નિવાસસ્થાન પાસે શનિવારે સાંજે ભીષણ આગ(Fire) લાગી હતી. આગની ઘટનાને કારણે તંત્ર દોડતું થઇ ગયું હતું. CMના સત્તાવાર નિવાસસ્થાન પાસે એક ખાલી પડેલા મકાનમાં આગ ફાટી નીકળી હતી, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ઈન્ફાલ પોલીસે જણાવ્યું કે મુખ્ય પ્રધાન આવાસ પાસે આ ખાલી પડેલું ઘર ગોવાના પૂર્વ મુખ્ય સચિવ થંગખોપાઓ કિપગેનનું છે. ભૂતપૂર્વ IAS અધિકારી કિપજેનનું 3 માર્ચ 2005ના રોજ આવસાન થયું હતું. ઘરમાં તેના પરિવારના સભ્યો રહેતા હતા.
Read more: Giorgia Meloni એ PM Modi સાથે લીધી સેલ્ફી, મંચ પર પણ મળ્યું ખાસ સ્થાન
ઉપરાંત, પોલીસે કહ્યું કે જેમાં આલગ લાગી એ ઘરનું મુખ્ય પ્રધાન નિવાસસ્થાનથી અંતર લગભગ 100 મીટર છે. શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી.
આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કલાકો સુધી જહેમત કર્યા બાદ ઘરમાં લાગેલી આગને કાબુમાં લેવામાં આવી હતી. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
ઇમ્ફાલના પશ્ચિમ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે શનિવારે સાંજે રાજધાની ઇમ્ફાલમાં કુકી ઇન ઓલ્ડ લેમ્બુલેન નજીક એક ખાલી મકાનમાં આગ લાગી હતી. તાત્કાલીક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આગના કારણે ઘરનો પહેલો માળ બળી ગયો હતો.
Read more: Sikkimમાં વરસી રહી છે આકાશી આફતથી અમદાવાદ અને વડોદરાના અનેક પ્રવાસીઓ ફસાયા
પોલીસે જણાવ્યું કે આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે શોર્ટ-સર્કિટ સહિતના સંજોગોની તપાસ માટે કેસ નોંધવામાં આવ્યો છે.