દિલ્હીનાં રેસ્ટોરન્ટમાં આગથી મચી દોડધામ; છ લોકો ગંભીર રીતે ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના એક રેસ્ટોરન્ટમાં આજે અચાનક આગ લાગી હતી. એલપીજી સિલિન્ડરમાં લીકેજને આગ લગવાને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં છ લોકો ઘાયલ થયા હતા, જેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની વિગતો મળતાની સાથે ફાયર બ્રિગેડની ટીમનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
આ પણ વાંચો: ફાયર કોલઃ મુંબઈમાં 2024 માં 5,000 થી વધુ આગ બનાવ નોંધાયા, પ્રશાસન ચિંતામાં…
છ લોકો ગંભીર રીતે ઘાયલ
આગ લાગવાની ઘટના અંગે દિલ્હી ફાયર સર્વિસના અધિકારીએ જણાવ્યું હતું કે ગુરુવારે સવારે કનોટ પ્લેસમાં બિકાને બિરયાની રેસ્ટોરન્ટમાં આગ લાગવાની ઘટનામાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સવારે લગભગ 12 વાગ્યા આસપાસ વાગ્યે માહિતી મળ્યા બાદ છ ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.
આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત
જો કે ફાયર વિભાગને આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ફાયર વિભાગનાં અધિકારીએ જણાવ્યું હતું કે રેસ્ટોરન્ટના રસોડામાં એલપીજી સિલિન્ડર લીકેજ થવાને કારણે આગ લાગી હતી. ઘાયલોને સારવાર માટે RML હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.