નેશનલ

બેંગલૂરુની બહુમાળી ઇમારતમાં આગ

આગ: બેંગલૂરુમાં બુધવારે એક બહુમાળી ઈમારતમાં આગ લાગ્યા બાદ ઈમારતમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. (એજન્સી)

બેંગલૂરુ: અત્રેના વૈભવી વિસ્તાર કોરામંગલામાં એક ઇમારતમાં બુધવારે બપોરે આગ ફાટી નીકળી હતી. ચાર માળની ઇમારતના સૌથી ઉપલા માળ પરના હુક્કા બાર અને કાફેમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. હુક્કા બારમાં એલપીજીના સંખ્યાબંધ સિલિન્ડરનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આસપાસના વિસ્તારમાં રહેતા લોકોએ ધડાકાનો અવાજ સાંભળ્યો હતો. લોકોએ ધૂમાડો જોતા તેમણે પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી.

એક ફાયર ઓફિસરે કહ્યું કે, “અમે આઠ ફાયર ટેન્ડર્સ ઘટનાસ્થળે મોકલ્યા હતા અને અમારા વરિષ્ઠ અધિકારીઓ ત્યાં હાજર છે. આગ ઓલવી નાખવામાં આવી છે. બે જણને ગંભીર ઇજા થઈ છે. આગથી બચવા એક પુરુષ અગાસીમાંથી નીચે કૂદયો હતો. તેને અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા થઈ છે. બંનેને ખાનગી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
હૂક્કાબારમાં ગ્રાહકો નહીં હતા.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button