નેશનલ

મથુરામાં ફટાકડાની સાત દુકાનમાં આગ: નવને ઈજા

મથુરા: મથુરાના ગોપાલબાગ વિસ્તારમાં રવિવારે ફટાકડાની સાત દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી. આગના પગલે ફાયર વિભાગના જવાન સહિત સાત જણને ઈજા થઈ હતી. ૧૦ મોટરસાઈકલ પણ બળી ગઈ હતી. અહીં હંગામી ધોરણે ફટાકડાનું બજાર ઊભું કરવામાં આવ્યું હતું. રવિવારે બપોરે ગોપાલબાગ વિસ્તારની સાત દુકાનમાં આગ ફાટી નીકળી હતી. નવ વ્યક્તિને ઈજા થઈ હતી. ઈલેક્ટ્રિકલ શોર્ટસર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી તેવું પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું તેવું રાયા પોલીસમથકના અધિકારી અજય કિશોરે કહ્યું હતું. ફટાકડા વેચવાની પરવાનગી સાતે દુકાન પાસે હતી તેવું અજય કિશોરે કહ્યું હતું. ચાર વ્યક્તિને સારવાર માટે આગ્રાની એસ.એન. મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે બાકીના ત્રણને મથુરા ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ફટાકડાની માર્કેટમાં ફરજ બજાવતા ફાયરમેન ચંદ્રશેખરને આગ ઓલવવાની કામગીરી દરમ્યાન ઈજા થઈ હતી તેવું અધિકારીઓએ જણાવ્યું હતું. ઘટનાસ્થળે હાજર લોકોની માહિતીના આધારે ચીફ ફાયર ઓફિસર નરેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું કે વીજળીનો વાયર ફટાકડાના જથ્થા પર પડતા આગ લાગી હતી.

આગ ઓલવવામાં અડધો કલાક લાગ્યો હતો. માલસામાનનું નુકસાન કેટલું થયું છે તેનું આકલન હજી બાકી છે તેવું નરેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું હતું. આગમાં ૧૦ મોટરસાઈકલ પણ બળી ગઈ હતી.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button