Fire Breaks Out at Mussoorie Hotel, 2 Vehicles Burnt to Ashes | Mumbai Samachar

મસૂરીની હોટલમાં ભીષણ આગ

મેનેજર સહિત 8 લોકોનો બચાવ

મસૂરીઃ ઉત્તરાખંડના મસૂરીમાં કેમલ બેક રોડ પર આવેલી રોક્સી હોટલમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર જાણવા મળ્યા છે. આગના કારણે આસપાસની હોટલોમાં રોકાયેલા પ્રવાસીઓ પણ બહાર દોડી આવ્યા હતા. આગ પર કાબૂ મેળવવા માટે ડઝનબંધ ફાયર ટેન્ડરો તૈનાત કરવામાં આવ્યા છે, જે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગને કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી.

હોટલની આસપાસના રહેણાંક વિસ્તારોમાં આગ ફેલાઈ જવાનો ભય હોવાથી પ્રશાસને નજીકની મોટી ઈમારતોને ખાલી કરાવી દીધી છે. આ ભીષણ આગમાં હોટલની બહાર પાર્ક કરાયેલા બે વાહનો બળીને રાખ થઈ ગયા હતા.


આગની જ્વાળાઓ એટલી બધી ઊંચી ઉઠતી હતી કે આખી ટેકરી લાલ દેખાવા લાગી હતી. આગ લાગી તે સમયે હોટલમાં મેનેજર સહિત 8 લોકો હાજર હતા, જેમને પોલીસે બચાવી લીધા હતા. આગનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી, પણ આધારભૂત સૂત્રોએ એમ જણાવ્યું હતું કે હોટલમાં રિકન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું. શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોઇ શકે છે.

સંબંધિત લેખો

Back to top button