ભાજપ સાંસદ Tejasvi Suryaની મુશ્કેલીઓ વધી, આ કારણે નોંધાઈ પોલીસ ફરિયાદ
બેંગલુરુ: ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાની(Tejasvi Surya)મુશ્કેલીઓ વધી છે. જેમાં સાંસદ તેજસ્વી સૂર્યા અને કેટલાક કન્નડ ન્યૂઝ પોર્ટલના સંપાદકો વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતાં પોલીસે કહ્યું કે સૂર્યા અને અન્યો પર એક ખેડૂતની આત્મહત્યાના મામલાને વકફ બોર્ડ સાથે જમીન વિવાદ સાથે જોડીને નકલી સમાચાર ફેલાવવાનો આરોપ છે. આ ન્યૂઝ પોર્ટલના સમાચાર ‘X’ પર શેર કરતાં, સૂર્યાએ 7 નવેમ્બરના રોજ આક્ષેપ કર્યો હતો કે હાવેરી જિલ્લાના એક ખેડૂતે વકફ બોર્ડ દ્વારા તેની જમીન સંપાદિત કરવામાં આવી હોવાની જાણ થતાં
કથિત રીતે આત્મહત્યા કરી હતી.
Also read: ‘પ્રમોદ મહાજનની હત્યા પાછળ મોટું ષડ્યંત્ર’, પૂનમ મહાજને આ મોટી માંગ કરી
સૂર્યાએ બાદમાં પોસ્ટ હટાવી દીધી હતી
તેજસ્વી સૂર્યાએ પોતાની પોસ્ટમાં કર્ણાટક સરકાર પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, ‘લઘુમતીઓને ખુશ કરવાની ઉતાવળમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કર્ણાટક સરકારમાં આવાસ, વકફ અને લઘુમતી વિકાસ મંત્રી બી. જેડ. ઝમીર અહેમદ ખાને રાજ્યમાં એક વિનાશક પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. જેને રોકવું અશક્ય બની રહ્યું છે.
‘આવી કોઈ ઘટના પ્રકાશમાં આવી નથી
પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું હતું કે, ‘શેર કરાયેલા સમાચાર નકલી છે. આવી કોઈ ઘટના પ્રકાશમાં આવી નથી. અહીં ઉલ્લેખનીય છે કે ખેડૂત રુદ્રપ્પા ચન્નપ્પા બાલિકાઈએ 6 જાન્યુઆરી, 2022 ના રોજ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. એવું કહેવાય છે કે તેણે દેવું અને પાકના નુકસાનને કારણે આત્મહત્યા કરી હતી.
Also read: હવે પુરૂષ દરજી મહિલાઓના કપડાંનું માપ નહીં લઇ શકે! આ રાજ્યમાં લાગુ થશે આવા નિયમો
હાવેરી જિલ્લાના CEN પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, ‘હાવેરી જિલ્લા પોલીસના સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલમાં પોસ્ટ કરાયેલા એક પોલીસ અધિકારીની ફરિયાદના આધારે, BNSની કલમ 353 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.તેમણે કહ્યું કે હાવેરી જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.