નાણામંત્રી નિર્મલા સીતારમને ડોલર સામે રૂપિયાના અવમૂલ્યન અંગે આપ્યું આ મોટું નિવેદન
નવી દિલ્હી : દેશનું વર્ષ 2025-26 નું બજેટ રજૂ ર્ક્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમને ડોલર સામે રૂપિયાના અવમૂલ્યન(Dollar Vs Rupee) અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે રવિવારે રૂપિયાના અવમૂલ્યન અંગેની ટીકાને ફગાવી દીધી હતી. તેમણે રૂપિયાના અવમૂલ્યન અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ડોલર મજબૂત થઇ રહ્યો છે. એક મહિનામાં રૂપિયાના મૂલ્યમાં ત્રણ ટકાનો ઘટાડો થયો છે તે ચિંતાનો વિષય છે. તેમજ તેના લીધે આયાત મોંધી થઈ છે. પરંતુ રૂપિયો નબળો પડી રહ્યો છે એ બાબત સ્વીકારી શકાય તેમ નથી. તેમજ આપણા મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સ મજબૂત છે. જો ફંડામેન્ટલ્સ નબળા હોત તો રૂપિયો બધી કરન્સી સામે નબળો પડયો હોત.
આ પણ વાંચો: ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન ઐતિહાસિક નીચલા સ્તરે, Priyanka Gandhi એ પીએમ મોદી પાસે માંગ્યો જવાબ
ડોલર સામે રૂપિયામાં અસ્થિરતા છે
છેલ્લા કેટલાક મહિનાઓમાં ડોલર સામે ભારતીય રૂપિયો દબાણ હેઠળ છે પરંતુ એશિયા અને અન્ય દેશોની ચલણો સામે અમેરિકન ડોલરની દ્રષ્ટિએ તે સૌથી ઓછું અસ્થિર ચલણ રહ્યું છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા 2025 માં ઓછા વ્યાજ દર ઘટાડાનો સંકેત આપ્યા પછી, વેપાર ખાધમાં વધારો તેમજ ડોલર ઇન્ડેક્સમાં વધારાને કારણે અમેરિકન ડોલર સામે રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો છે. સીતારમને કહ્યું કે ડોલર સામે રૂપિયામાં અસ્થિરતા છે. રૂપિયો અન્ય કોઈપણ ચલણ કરતાં વધુ સ્થિર રહ્યો છે. ડોલર મજબૂત થવાને કારણે રૂપિયામાં અસ્થિરતા જોવા મળી રહી છે.
આરબીઆઇ અનેક પાસાઓ પર વિચાર કરી રહી છે
નાણા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આરબીઆઇ અનેક પાસાઓ પર વિચાર કરી રહી છે કે કેવી રીતે તે બજારમાં હસ્તક્ષેપ કરીને ભારે વધઘટને સુધારી શકે. તેમજ રૂપિયાની અસ્થિરતા અને વિનિમય દરમાં ઘટાડાની ટીકા કરનારાઓ વિશે નાણાં મંત્રીએ કહ્યું કે તેઓ નિવેદન કરવામાં ઉતાવળ કરી રહ્યા છે. સીતારમને કહ્યું, આજે, ડોલર મજબૂત થવા અને અમેરિકામાં નવા વહીવટના આગમન સાથે રૂપિયામાં થતી વધઘટને સમજવી પડશે. તેની માટે પહેલાં થોડો વધુ અભ્યાસ કરવો અને પછી પ્રતિક્રિયા આપવી હિતાવહ છે