નેશનલ

આખરે માતાની મમતા જીતી! 200 દિવસ બાદ મળ્યું જીવતું બાળક પણ પિતાનાં કારનામાનો થયો પર્દાફાશ

પટણા: હોસ્પિટલનાં ગેરવહીવટ કે બેજવાબદારીને કારણે ઘણી સમસ્યાઓ ઉદભવે છે અને તેનાં આપણે અનેક અહેવાલો વાંચ્યા કે જોયા હશે. પણ બિહારની એક એવી ઘટના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણીને તમારા પગ તળેથી જમીન સરકી શકે છે. અહી જન્મ સમયે બાળક મૃત્યુ પામ્યું હોવાનું પરિવારને જાણ કરવામાં આવી હતી પરતું તે બાળક 200 દિવસ બાદ જીવતું મળી આવે છે અને જે ઘટસ્ફોટ થાય છે તે ચોંકવનારા છે.

જન્મતા વેત જ બાળક મરી ગયું હોવાની ખબર
મળતી વિગતો અનુસાર બિહારનાં વૈશાલી જિલ્લાનાં એક પરિવારમાં બાળકનો જન્મ થાય છે પરંતુ તે મૃત્યુ પામ્યું હોવાનું કહીને તેની અંતિમવિધિ કરી દેવામાં આવી છે તેમ કહી બાળકનો પિતા તેની પત્ની અને પરિવારને આશ્વાસન આપે છે પરંતુ એક મા તરીકે તેનો વિશ્વાસ એ બાબત પર ટક્યો હતો કે બાળક જીવીત છે. ત્યારબાદ એક મા એક લડતમાં જોતરાય જાય છે અને તે પોલીસનો સહારો લીધો હતો.

પિતાએ જ બાળકને વેંચ્યું!
આખરે તેની મહેનત અને વિશ્વાસ બને રંગ લાવે છે અને અંતે 200 દિવસ બાદ તેનું બાળક મળી આવે છે. જે બાળકનું જન્મ પછી મૃત્યુ થયું હોવાનું કહેવામાં આવ્યું હતું તે જીવિત મળી આવ્યું હતું અને તેની સાથે જ પિતાનું ઘૃણાસ્પદ વ્યક્તિત્વ સામે આવ્યું હતું છે. કારણ કે, બાળકને વેચીને તે 50 હજાર રૂપિયા કમાયો હતો.

આ પણ વાંચો:  ઈદ પ્રસંગે Mamata Banerjeeનો મોટો આરોપ, કહ્યું પશ્ચિમ બંગાળમા રમખાણો કરાવવાનું ષડયંત્ર

કઈ રીતે ગઈ શંકા?
શરૂઆતમાં બાળકની માતાને એક વિધવા સ્ત્રી પર શંકા હતી, પરંતુ જ્યારે તેણે બાળક વિશે વધુ પૂછપરછ કરતાં તેને ધમકાવવાનું શરૂ કર્યું, ત્યારે જ બાળકની માતાને વિશ્વાસ આવી ગયો કે તેનું બાળક મૃત નથી પણ ક્યાંક જીવિત છે. 10 સપ્ટેમ્બર, 2024ના રોજ, બાળક જન્મ્યાના થોડા કલાકો પછી ગાયબ થઈ ગયું હતું. ત્યારથી 10 ડિસેમ્બર સુધી, કોઈને તેની વાત પર વિશ્વાસ નહોતો. તે જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં દોડી અને અંતે, 14 ડિસેમ્બરે, વૈશાલી પોલીસ અધિક્ષકની પહેલથી મહુઆ પોલીસ સ્ટેશનમાં તેનો કેસ નોંધવામાં આવ્યો હતો. જ્યારે હવે માર્ચ મહિનાનાં અંતમાં તેનું બાળક મળી આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button