ફરી ખુલશે 1978ના સંભલ રમખાણોની ફાઈલ, યોગી સરકારનો આદેશ
લખનઊઃ ઉત્તર પ્રદેશનો સંભલ જિલ્લો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં 24 નવેમ્બરે હિંસા ફાટી નીકળી હતી. ત્યારપછી પોલીસ હિંસામાં સામેલ આરોપીઓ સામે બુલડોઝર, સામ, દામ, દંડ, ભેદ વગેરેની કાર્યવાહી કરી રહી છે. રમિયાન, સંભલમાં 1978ના રમખાણોની બંધ થયેલી ફાઇલને ફરીથી ખોલવા અને તપાસ શરૂ કરવાના પ્રયાસો શરૂ થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા વિધાનસભામાં આપવામાં આવેલા નિવેદન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારનું માનવું છે કે તપાસમાં હિંદુઓ સાથે ઘણો ભેદભાવ કરવામાં આવ્યો હતો.
ઉત્તર પ્રદેશની યોગી સરકારે રમખાણોની ફાઇલ ફરીથી ખોલવાનો આદેશ આપ્યો છે. આ મામલે ગૃહ વિભાગે સંભલના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકને પત્ર મોકલ્યો છે. સંભલ પ્રશાસન અને પોલીસ મળીને 47 વર્ષ પહેલા થયેલા રમખાણોની ફરીથી તપાસ કરશે અને એક અઠવાડિયામાં તપાસ અહેવાલ સુપરત કરશે.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વિધાનસભામાં 1978ના રમખાણોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 1947થી અત્યાર સુધીમાં સંભલમાં રમખાણોને કારણે 209 હિંદુઓએ જીવ ગુમાવ્યા છે. સંભલમાં 29 માર્ચ 1978ના રોજ રમખાણો દરમિયાન આગજનીની ઘટનાઓ બની હતી. આ ઘટનામાં ઘણા હિંદુઓ માર્યા ગયા હતા.
આ પણ વાંચો…ચીન પાસે આવી જશે સિક્સ્થ જનરેશનના ફાઈટર જેટઃ ભારત ક્યાં છે? જાણો એરફોર્સ ચીફ શું કહી રહ્યા છે
1978ના સંભલ રમખાણો શું હતાઃ-
29 માર્ચ 1978ના રોજ સંભલમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણો એક-બે દિવસ નહીં, ઘણા દિવસો સુધી ચાલ્યા હતા અને પોલીસે સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ લાદી દીધો હતો. 1978ના સંભલ રમખાણો એટલા ભયંકર હતા કે ત્યારબાદ આ વિસ્તારમાં લઘુમતી સમુદાય હિંદુ વસ્તીને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી અને આજે વસ્તી 45 ટકાથી ઘટીને 15 ટકા થઈ ગઈ છે. એમ કહેવાય છે કે 1978 માં, સંભલમાં 184 હિંદુઓની હત્યા કરવામાં આવી હતી, જેમાંથી ઘણા હિંદુઓને તો એકસાથે સળગાવી દેવામાં આવ્યા હતા જેમણે એક ઘરમાં આશરો લીધો હતો. આ રમખાણોમાં હિંદુઓને ભારે નુકસાન થયું હતું. હિંદુઓની અબજો રૂપિયાની સંપત્તિ મુસ્લિમોએ કબજે કરી લીધી હતી. મુસ્લિમોએ તેમના મંદિરના કુવાઓ પર કબજો જમાવ્યો હતો. અત્યાર સુધીની કોઇ રાજ્ય સરકાર દ્વારા 184 હિંદુઓની હત્યા કરનારાઓને આજ સુધી કોઇ સજા કરવામાં નથી આવી. હવે યોગી સરકાર સંભલના રમખાણોની ફરીથી તપાસ કરી રહી છે.