યુપીની કૉલેજમાં વિદ્યાર્થીઓના બે જુથ વચ્ચે મારપીટ અને ફાઇરિંગ | મુંબઈ સમાચાર

યુપીની કૉલેજમાં વિદ્યાર્થીઓના બે જુથ વચ્ચે મારપીટ અને ફાઇરિંગ

મુજફ્ફરનગર: ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગર જનપદમાં આવેલી એક કૉલેજમાં બે જુથ વચ્ચે થયેલી ગંભીર લડાઈનો વીડિયો જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. તાજેતરમાં જનપદની એક કૉલેજમાં વિદ્યાર્થીઓના બે જુથ વચ્ચે મારપીટ સાથે પણ ગોળીબાર થયો હોવાની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. કૉલેજમાં બનેલી આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં યુપી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આ મામલે એક પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે વીડિયોના આધારે આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

મુજફ્ફરનગર જિલ્લામાં ન્યુ મંડી કોટવાલી ક્ષેત્રમાં આવેલી એક કૉલેજમાં નવા વર્ષની ઉજવણી માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન બે વિદ્યાર્થીના જુથ વચ્ચે કોઈ વાતને લઈને ઝગડો થતાં મારપીટ વચ્ચે ફાઇરિંગ પણ થઈ હતી. કૉલેજમાં બનેલી આ ઘટનાનો વીડિયો એક વિદ્યાર્થીએ પોતાના કૅમેરામાં કેદ કર્યો હતો. આ વીડિયોમાં બે જુથના વિદ્યાર્થીઓ લડાઈમાં લાત, મુક્કા અને બેલ્ટ વડે એક બીજા પર હુમલો કરતાં દેખાઈ રહ્યા છે, અને આ દરમિયાન ફાઇરિંગનો અવાજ પણ આ વીડિયોમાં સંભળાઈ રહ્યો છે.

યુપીના કૉલેજનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં આ મામલે હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહ્યો છે. એક પોલીસ અધિકારીએ આ ઘટના વિશે જણાવ્યું હતું કે યુપીના કૉલેજના આ વીડિયોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ વીડિયોમાં મારપીટ કરી રહેલા દરેક વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમનાથી પૂછપરછ કરવા માટે તપાસ કરવામાં આવી રહી છે. વીડિયોમાં જે ગોળીનો આવાજ સંભળાઈ રહ્યો છે એ મામલે હજી સુધી કોઈ બાબત જાણવા મળી નથી, તેથી આ મામલે વધુ તપાસ કરી જાહેરમાં ફાયરિંગ કરનાર આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, એવી માહિતી પોલીસ અધિકારીએ આપી હતી.

Back to top button