In Fight against drugs: દેશમાં હિમાચલનો ઉના જિલ્લા શ્રેષ્ઠ
ઉના: નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સની સંયુક્ત કાર્ય યોજના ‘એક યુદ્ધ નશે કે વિરૂદ્ધ’ના અમલીકરણ માટે હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાને દેશ (In Fight against drugs)માં શ્રેષ્ઠ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. લાલે ૩૦ જૂને નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાય પાસેથી એવોર્ડ સ્વીકાર્યો હતો, એમ એમ ઉનાના ડેપ્યુટી કમિશનર જતીન લાલે શુક્રવારે જણાવ્યું હતું.
લાલે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી ૨૦૨૧માં શરૂ કરાયેલ કમિશન અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની આ સંયુક્ત પહેલના એક્શન પ્લાનને અમલમાં મૂકનાર ઉના જિલ્લો દેશનો પ્રથમ હતો. પહેલનો હેતુ શાળાઓ અને કોલેજોમાં ડ્રગ્સ અને માદક દ્રવ્યોના દુરૂપયોગ સામે જાગૃતિ ફેલાવવાનો છે.
આ પણ વાંચો : Monsoon 2024 : ઉત્તર પ્રદેશમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, જાણો અન્ય રાજ્યોના હાલ
તેમણે કહ્યું કે વિવિધ વિભાગોએ ‘નશા મુક્ત ઉના અભિયાન’ (નશા મુક્ત ઉના અભિયાન)માં પ્રશંસનીય યોગદાન આપ્યું છે, જે એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મૂકવામાં આવ્યું હતું અને તેના સકારાત્મક પરિણામો જોવા મળ્યા છે.
લાલે જણાવ્યું હતું કે ઝુંબેશ હેઠળ, ૨૬૦૦૦ વિદ્યાર્થીઓને શાળા અને કોલેજ સ્તરે વિવિધ કૌશલ્ય અને જીવન વિકાસ કાર્યક્રમો દ્વારા ડ્રગ્સના દુરૂપયોગ સામે જાગૃતિ લાવવા માટે જોડવામાં આવ્યા હતા. વધુમાં, ૨૪૭ જેટલા શિક્ષકો અને શાળાના વડાઓએ તાલીમ મેળવી હતી.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્યને મજબૂત કરવાનો હતો અને તેમને નકારાત્મક વિચારોથી દૂર રાખવાનો હતો જે માદક દ્રવ્યોના વ્યસન તરફ દોરી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.