નેશનલ

સ્કૂલના ઝઘડાનું વેર 50 વર્ષે પણ જીવતું: આધેડો વચ્ચે મારામારી, એકના દાંત તૂટ્યા

તિરુવનંતપુરમ: શાળાના દિવસો દરમિયાન સહપાઠીઓ સાથે થતા ઝઘડા વધતી ઉંમર સાથે લગભગ ભુલાઈ જતાં હોય છે અને વર્ષો બાદ બાળપણમાં થયેલા આ ઝઘડા હાસ્યાસ્પદ લાગતા હોય છે. જો કે કેરળમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. શાળાના સહપાઠીઓ રહેલા આધેડો વચ્ચે પાંચ દાયકા પહેલાના ઝઘડા બાબતે વિવાદ શરુ થયો હતો. વિવાદ એટલો વકર્યો કે તેમના વચ્ચે મારામારી થઇ હતી.

અહેવાલ અનુસાર, કેરળના કાસરગોડ જિલ્લાના માલોમ શહેરમાં આરોપીઓ માલોથુ બાલકૃષ્ણન અને મેથ્યુ વાલિયાપ્લાક્કલે પીડિત વીજે બાબુ (62) ને પથ્થરથી માર માર્યો હતો. આ હુમલામાં વીજે બાબુ બે દાંત પડી ગયા હતા, અને તેને કન્નુરના પરિયારામ સ્થિત સરકારી મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો.

સ્થાનિક પોલીસ ધિકારી જણાવ્યું હતું કે જો આ હુમલો બિનજામીનપાત્ર ગુનો બની શકે છે, પોલીસ ડોક્ટરો સાથે વાત કરીને તપાસ કરી રહી છે. આરોપીઓ પર ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 126 (2), 118 (1) અને 3 (5) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

50 વર્ષ પહેલાનો ઝઘડો:

આરોપીઓ બાલક્રિષ્નન અને વાલિયાપ્લાક્કલ 50 કરતાં વધુ વર્ષ પહેલાં બલાલ ગ્રામ પંચાયતના માલોમની નાટક્કલ્લુ શાળામાં પીડિત વીજે બાબુના સહપાઠી હતા.

ઘટના પછી વીજે બાબુએ કહ્યું કે આરોપી બાલકૃષ્ણને ચોથા ધોરણમાં તેને માર માર્યો હતો. જો કે ત્રણેય વચ્ચે વર્ષોથી મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા હતાં. જોકે, સોમવારે માલોમમાં જનગ્રામ હોટલની સામે ત્રણેય મળ્યા ત્યારે, જૂનો વિવાદ ફરી ઉખાડ્યો હતો, જેના કારણે ઝઘડો શરુ થયો હતો. ત્યારબાદ, બાલકૃષ્ણને બાબુએ તેને પકડી રાખ્યો જ્યારે મેથ્યુએ તેના ચહેરા અને શરીર પર પથ્થર માર્યો.

પીડિત વીજે બાબુએ કહ્યું કે વર્ષોથી મનમાં રહેલા દ્વેષભાવને કારણે આ ઝઘડો થયો હતો. ઝઘડા સમયે આરોપીઓ દારૂનો સમાવેશ હોવાની શક્યતા છે. પોલીસે કહ્યું કે તેમને સાંભળ્યું છે કે બાબુ લડાઈનો ઉકેલ લાવવા અને કોર્ટની બહાર કેસનું સમાધાન કરવા તૈયાર છે, અને જેના માટે તેણે આરોપી પાસેથી ₹1.5 લાખની માંગણી કરી છે.

પોલીસે કહ્યું કે બાબુ લડાઈનો ઉકેલ લાવવા અને કોર્ટની બહાર કેસનું સમાધાન કરવા તૈયાર છે, અને આમ કરવા માટે તેણે આરોપી પાસેથી ₹1.5 લાખની માંગણી કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button