ટોપ ન્યૂઝનેશનલ

Bahraich માં લોકોને મોટી રાહત, પાંચમો માનવભક્ષી વરુ ઝડપાયો

બહરાઈચઃ યુપીના બહરાઈચમાં(Bahraich)35 થી વધુ ગામોમાં વરુઓનો આતંક કાબૂમાં આવશે તેમ લાગી રહ્યું છે. વન વિભાગે પાંચમા માનવભક્ષી વરુને પણ પકડયો છે. તેને વન વિભાગના રેસ્ક્યુ શેલ્ટરમાં લઈ જવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 5 વરુ પકડાયા છે અને એક વરુ હજુ પણ વનવિભાગ પકડી શક્યું નથી. તેને પકડવાના પ્રયાસો ચાલુ છે. વરુના હુમલામાં અત્યાર સુધીમાં 9 બાળકો સહિત 10 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.

સવારે 6 વાગ્યાની આસપાસ વરુ પકડાયો હતો

વરુને વન વિભાગની ટીમે વહેલી સવારે બહરાઈચના હરબકસ પુરવા ગામના જંગલમાંથી પકડયો છે. જે બે વરુઓની શોધ કરવામાં આવી રહી હતી તેમાંથી આ એક હતું. સવારે 6 વાગ્યાની આસપાસ વરુ પકડાયો હતો. બહરાઈચમાં આ માનવભક્ષી વરુઓને પકડવા માટે 5 ફોરેસ્ટ ડિવિઝન બહરાઈચ, કટાર્નિયાઘાટ વાઈલ્ડલાઈફ, શ્રાવસ્તી, ગોંડા અને બારાબંકીની લગભગ 25 ટીમો કાર્યરત છે.

ડીએફઓનું નિવેદન બહાર આવ્યું

આ મામલે DFO અજીત પ્રતાપ સિંહનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું, ‘અમે પાંચમો વરુ પકડ્યો છે. એક બાકી છે, અમે તે વરુને પણ જલ્દી પકડી લઈશું. અમે દરરોજ બાકીના વરુઓને પકડવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ.

બહરાઈચ અને સીતાપુરમાં વરુઓનો આતંક

બહરાઈચમાં છેલ્લા કેટલાક દિવસોથી વરુઓએ આતંક મચાવ્યો હતો. હાલમાં જ એક વરુએ 5 વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો, જેમાં બાળકી ઘાયલ થઈ હતી. બાળકીને સારવાર માટે સીએચસી મહસી ખાતે મોકલી આપવામાં આવી હતી.

બહરાઈચ બાદ સીતાપુરમાં પણ વરુના હુમલાથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તાજેતરમાં સીતાપુરમાં છ લોકો પર વરુએ હુમલો કર્યો હતો. જેમાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં ચાર બાળકો પણ સામેલ છે. 35 થી વધુ ગામોમાં વરુના ડરથી લોકો શાંતિથી ઊંઘી શક્યા ન હતા. લોકોનો દાવો છે કે ગામમાં લગભગ એક ડઝન વરુઓ ફરે છે. જો કે, વનવિભાગ તેમની સંખ્યા ઓછી હોવાનું જણાવી રહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button