નેશનલ
રાયગઢની ફેક્ટરીમાં ભીષણ આગ આઠ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા
મુંબઈ: રાયગઢ જિલ્લાની મહાડ એમઆઈડીસીની બ્લૂ જેટ હેલ્થકેરની ફેક્ટરીમાંથી શનિવારે બપોર સુધીમાં આઠ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. શુક્રવારે સવારે ૧૧.૦૦ કલાકે મહાડની ફેક્ટરીમાં આગ લાગી હતી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના એક અધિકારીએ કહ્યું કે શનિવારે સવારે ૭.૦૦ કલાક સુધી ચાર મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે સાંજના ૫.૦૦ કલાક સુધી બીજા ચાર મૃતદેહ મળી આવ્યા હતા. આગ પછી કુલ ૧૧ લોકો લાપતા થયા હતા. હજુ ત્રણ વ્યક્તિ લાપતા છે. જેમની શોધખોળ ચાલી રહી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે શોર્ટસર્કિટના પગલે આગની શરૂઆત થઈ હતી અને તે પછી સાઈટ પરના કોમિક્લ ભરેલા પીપમાં વિસ્ફોટ થતા આગ વકરી હતી તેવું અધિકારીએ કહ્યું હતું.