તમે પણ તમારા બાળકને ખવડાવો છો ‘બુઢ્ઢી કા બાલ’ તો ચેતી જજો નહીં તો……
આપણે જ્યારે મેળામાં કે બજારમાં જઇએ છીએ ત્યારે બાળકોને ‘બુઢ્ઢી કા બાલ’ ખરીદીને અપાવતા હોઇએ છીએ. જો તમે પણ આમ કરી રહ્યા છો તો સાવધાન થઇ જજો. ‘બુઢ્ઢી કા બાલ’ વિશે એવી હકીકત જાણવા મળી છે કે તમે પણ જાણશો તો તમારા બાળકને ‘બુઢ્ઢી કા બાલ’ ક્યારેય નહીં અપાવો.
‘બુઢ્ઢી કા બાલ’ એક સ્વીટ છે. આ મીઠાઈને અંગ્રેજીમાં કોટન કેન્ડી કહે છે, જે નક્રી સાકરમાંથી બનાવવામાં આવે છે. આ મીઠાઇ બાળકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ મીઠાઈમાં કેન્સર પેદા કરતું કેમિકલ મળી આવ્યું છે. ખાદ્ય સુરક્ષા અધિકારીઓ દ્વારા જ્યારે આમીઠાઇની તપાસ કરવામાં આવી ત્યારે તેમાં કેન્સર પેદા કરતું કેમિકલ મળી આવ્યું હતું. આ હાનિકારક કેમિકલનું નામ રોડામાઇન-બી કેમિકલ છે. આ કેમિકલનો ઉપયોગ કાપડ ઉદ્યોગમાં કરવામાં આવે છે. આ કેમિકલનો ખાદ્ય પદાર્થોમાં વપરાશ કરવામાં આવે તો તે તો તે કેન્સરનું કારણ બની શકે છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ પહેલા પુદુચેરી અને હવે તમિલનાડુ સરકારે તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે.
‘બુઢ્ઢી કા બાલ’ નામની આ મીઠાઇ પર પ્રતિબંધની જાહેરાત કરતા તમિલનાડુના સ્વાસ્થ્ય પ્રધાન એમ સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે તેમનો હેતુ કેન્ડી ઉત્પાદકો, વેચાણકર્તાઓ અને ગ્રાહકોમાં રંગીન કેન્ડીમાં હાજર હાનિકારક રસાયણો વિશે જાગૃતિ લાવવાનો છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે રંગબેરંગી કેન્ડી ભલે સ્વાદિષ્ટ લાગતી હોય, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. “એકવાર જાગૃતિ આવી જાય પછી, ખાદ્ય સુરક્ષા અધિકારીઓ એ સુનિશ્ચિત કરશે કે માત્ર કલર ફ્રી કોટન કેન્ડી જ વેચાય,” નોંધનીય છે કે પુદુચેરીની સરકારે આ મહિનાની શરૂઆતમાં બજારમાં મળતા ‘બુઢ્ઢી કા બાલ’ વેચવા પર પ્રતિબંધ મુક્યો હતો. ત્યાં લીધેલા સેમ્પલની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ગુલાબી રંગની કોટન કેન્ડીમાં રોડામાઇન-બી કેમિકલ છે, જ્યારે વાદળી રંગની કેન્ડીમાં રોડામાઇન-બી સાથે અન્ય અજાણ્યું કેમિકલ ભેળવવામાં આવ્યું છે. આ સેમ્પલના ગ્રાહકોએ કોટન કેન્ડીના બંને રંગોને સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવ્યા હતા. ા જાણકારી સામે આવ્યા બાદ પુદુચેરીની સરકારે અને ત્યાર બાદ તમિલનાડુની સરકારે તેના વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. આ સમાચાર જાણ્યા બાદ હવે માતા-પિતાએ પણ ચેતી જવાની અને બજારમાં મળતા કેમિકલયુક્ત ‘બુઢ્ઢી કા બાલ’ ખરીદવાથી દૂર રહેવાની જરૂર છે.