
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના આતંકવાદી હુમલાને લઈને દેશ આખામાં આતંકવાદીઓ વિરુદ્ધ આક્રોશ છે. આતંકવાદીઓને સમર્થન આપનારા પાકિસ્તાનની વિરુદ્ધ ભારત સરકારે શક્ય એટલી કાર્યવાહી કર્યા પછી હવે સેનાની ત્રણેય પાંખ મારફત જડબાતોડ જવાબ આપવા માટે વડા પ્રધાને છૂટો દોર આપ્યો છે, ત્યારે પાકિસ્તાન પણ એલર્ટ મોડમાં આવ્યું છે. પાકિસ્તાન પર લશ્કરની સંભવિત કાર્યવાહી વચ્ચે ભારતીય સૈન્યએ કવાયત પણ હાથ ધરી દીધી છે, ત્યારે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓના કેમ્પનો સફાયો કરી શકે છે. આતંકવાદ અને આતંકવાદીઓને પાળી પોષીને મોટી કરનાર દેશ અને તેની એજન્સીના સફાયા માટે હવે આર્મી સ્ટ્રાઈક માટે આ રહ્યા ટાર્ગેટ વન, ટૂ, થ્રી, ફોર એન્ડ ફાઈવ. જાણી લઈએ વિગતો.
ભારતનો ટાર્ગેટ સૌથી પહેલો કોણ?

ભારતના ટાર્ગેટ લિસ્ટમાં સૌથી પહેલા લશ્કર-એ તૈયબાના સંસ્થાપક હાફિઝ સઈદનું લેવામાં આવે છે, જે 2008ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ આતંકવાદી જાહેર કર્યો છે. હાફિઝ સઈદ અને લશ્કરનું હેડક્વાર્ટર નિશાના પર છે. લશ્કરનું હેડ ક્વાર્ટર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુરિદકમાં માનવામાં આવે છે. મુરિદક સિવાય હાફિઝ સઈદ લાહોરમાં પોતાના સિક્રેટ સ્થળે રહે છે, તેથી હિલચાલ વધી છે. એવું માનવામાં આવે છે કે હાફિઝ સઈદ અને લશ્કર-એ-તયબાની ગતિવિધિ કાશ્મીર અને અન્ય રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિ ફેલાવવાની છે.
પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ

આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નેતા મસુદ અઝહર 2019ના પુલવામા હુમલા અને અન્ય આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય વૈશ્વિક આતંકવાદ વિરોધી સંસ્થાઓએ પણ આતંકવાદી તરીકે જાહેર કર્યો છે. પાકિસ્તાન વિરુદ્ધ આર્મીની કાર્યવાહીમાં ભારતીય સેના મસુદ અઝહર અને તેના ટ્રેનિંગ કેમ્પને ટાર્ગેટ બનાવી શકે છે. જૈશ-એ મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પ મુખ્યત્વે પાકિસ્તાન કબજા હેઠળના પીઓકે અને પંજાબના બહાવલપુર છે. પીઓકેના રાવલકોટ અને કોટલી વગેરે વિસ્તારમાં લોન્ચ પેડ અને ટ્રેનિંગ કેમ્પ એક્ટિવ છે.
પીઓકે સ્થિત આતંકવાદીઓના લોન્ચ પેડ

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) સ્થિત આતંકવાદીઓના લોન્ચ પેડ પર પણ ભારત હુમલો કરી શકે છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં 17 ટ્રેનિંગ કેમ્પ અને 37 લોન્ચ પેડ સક્રિય છે, જ્યાં લશ્કર, જૈશ-એ-મોહમ્મદ સહિત અન્ય આતંકવાદી સંગઠનો દ્વારા સંચાલન કરવામાં આવી છે. આ કેમ્પ મારફત ભારતમાં ઘૂસણખોરી અને હુમલા માટે આતંકવાદીઓને તૈયાર કરવામાં આવે છે. અહીંના લોન્ચ પેડ મુખ્યત્વે રાવલકોટ અને કોટલી જેવી વિસ્તારમાં આવેલા છે. અહીંના લોન્ચ પેડ આતંકવાદીઓની ગતિવિધિના મુખ્ય સ્ત્રોત છે.
પાકિસ્તાન સ્થિત આઈએસઆઈનું હેડ ક્વાર્ટર

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઈન્ટર સર્વિસીસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ) આતંકવાદી સંગઠનોને સપોર્ટ કરે છે અને ભારત વિરુદ્ધ પ્રોક્સી વોર માટે જાણીતું છે. લશ્કર અને જૈશ-એ મોહમ્મદ જેવા સંગઠનોને ટ્રેનિંગ અને નાણાકીય સહાય પૂરી પાડે છે. આઈએસઆઈનું હેડક્વાર્ટર ઈસ્લામાબાદમાં છે, જે ગુપ્તચર ગતિવિધિઓનું મુખ્યાલય છે. પહલગામ હુમલામાં પણ આઈએસઆઈની ભૂમિકા પણ તપાસ કરવામાં આવી રહી છે.
સેનાનું હેડ ક્વાર્ટર અને આર્મી પ્રમુખ

પાકિસ્તાની આર્મીના પ્રમુખ જનરલ આસિમ મુનીર 2022થી આ પદ પર છે, તેમનું નામ પુલવામા હુમલા જેવા આતંકવાદી હુમલા સાથે જોડવામાં આવ્યું છે, કારણ કે એ વખતે તેઓ આઈએસઆઈના પ્રમુખ હતા. પાકિસ્તાનની આર્મીનું હેડ ક્વાર્ટર રાવલપિંડીમાં છે. પાકિસ્તાનની આર્મીની રણનીતિ અને સંચાલન અહીંથી થાય છે. પહલગામ હુમલા પછી આસિમ મુનીરનું ભારતમાં આતંકવાદી સંબંધિત ગતિવિધિ વધારવાનો આરોપ મૂક્યો છે. લશ્કર અને જૈશ જેવા સંગઠનોને સમર્થન આપ્યું છે. પાકિસ્તાની સેના અને આઈએસઆઈને ભારતીય સરહદ પાર આતંકવાદ ફેલાવવાનો મુખ્ય ગણા છે. આ અગાઉ ભારત વિરોધી જાહેરમાં ઝેર ઓક્યું હતું.