નેશનલ

એફબીઆઈના વડા દિલ્હીની બે દિવસની મુલાકાતે, આજે પહોંચ્યા સીબીઆઈ હેડક્વાર્ટર…

નવી દિલ્હીઃ અમેરિકન તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈ)ના વડા ક્રિસ્ટોફર રેએ આજે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના વડા પ્રવીણ સૂદ સાથે મુલાકાત કરી હતી, એવી માહિતી અધિકારી દ્વારા આપવામાં આવી હતી. એવું કહેવાઈ રહ્યું છે કે આ દરમિયાન બંને એજન્સીના વડાએ સાઈબર ક્રાઈમ સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા કરી હતી.

અધિકારીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે રે અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બપોરે બે વાગીને સાત મિનિટ પર પહેલાંથી નક્કી થયેલી બેઠક માટે સીબીઆઈના હેડક્વાર્ટર પર પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રે બે દિવસ માટે દિલ્હીની મુલાકાતે આવ્યા છે અને તેઓ રવિવારે સાંજે દિલ્હી પહોંચ્યા હતા અને તેઓ પોતાની આ મુલાકાત દરમિયાન કાયદા અને વ્યવસ્થા સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીને મળવાનું ગોઠવ્યું છે.

સુદ અને રેની મુલાકાત દરમિયાન સાઈબર ક્રાઈમ સાથે સંકળાયેલી સૂચનાઓના આદાન-પ્રદાન સંબંધિત વિવિધ પાસાઓ, માદક પદાર્થો, વોન્ટેડ ક્રિમિનલ્સનું સરેન્ડર જેવી ચર્ચા બેઠકનો પ્રમુખ એજન્ડા હોઈ શકે છે.

આ ઉચ્ચસ્તરીય વિઝિટ અમેરિકાની ધરતી પર શીખ અલગાવવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના નિષ્ફળ પ્રયાસમાં કથિત રીતે ભારતની સંડોવણી હોવાના વોશિંગ્ટનના આક્ષેપોની પૃષ્ઠભૂમિમાં થઈ હતી. ભારતે આરોપની તપાસ માટે પહેલાંથી જ એક ટીમ ગઠિત કરી દીધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button