નેશનલ

જાણો.. કઇ ચલણી નોટ છે ભારતીયોની ફેવરિટ, RBI એ જાહેર કર્યો રિપોર્ટ

નવી દિલ્હી: વિશ્વમાં સૌથી વધુ ડિજિટલ પેમેન્ટ(Digital Payment) ભારતમાં જ થાય છે. પરંતુ લોકોનો રોકડ(Cash) પ્રત્યેનો મોહ ઓછો થયો નથી. આ જ કારણ છે કે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ભારતમાં ચલણી નોટોનું(Currency notes) સર્ક્યુલેશન મૂલ્યની દ્રષ્ટિએ 3.9 ટકા અને સંખ્યાની દ્રષ્ટિએ 7.8 ટકા વધ્યું છે. ભારતીય રિઝર્વ બેંકના(RBI) વાર્ષિક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. ભારતમાં ચલણી નોટોમાં સૌથી મોટો હિસ્સો 500 રૂપિયાની નોટનો છે.

500 રૂપિયાની નોટનો સૌથી વધુ ઉપયોગ

આરબીઆઈના અહેવાલમાં જણાવાયું છે કે માર્ચ 2024 સુધીમાં રૂ. 500 મૂલ્યની નોટોનો હિસ્સો વધીને 86.5 ટકા થયો હતો. જ્યારે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તે 77.1 ટકા હતો. આનો અર્થ એ થયો કે દેશમાં 500 રૂપિયાની નોટનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે.

રિઝર્વ બેંકના રિપોર્ટ અનુસાર, 500 રૂપિયાની નોટોના હિસ્સામાં વધારો 2000 રૂપિયાની નોટોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે થયો છે. જેનો હિસ્સો નાણાકીય વર્ષ 2023માં માત્ર 0.2 ટકા હતો. રિપોર્ટ અનુસાર, ‘2023-24 દરમિયાન 500 રૂપિયાની નોટોની સંખ્યા મૂલ્યની દ્રષ્ટિએ મોટી છે. જ્યારે 2,000 રૂપિયાની નોટોમાં તીવ્ર ઘટાડો થયો છે. જેના કારણે તેને ચલણમાં બંધ કરવાની છે.

દેશમાં 500 રૂપિયાની 5.16 લાખ નોટો છે

આરબીઆઈના વાર્ષિક અહેવાલ મુજબ 31 માર્ચ 2024 સુધી 500 રૂપિયાની નોટોની મહત્તમ રકમ 5.16 લાખ હતી. તે જ સમયે 10 રૂપિયાની 2.49 લાખ નોટો ચલણમાં હતી. નાણાકીય વર્ષ 2023-24માં ચલણમાં બેંક નોટોની કિંમત અને જથ્થામાં અનુક્રમે 3.9 ટકા અને 7.8 ટકાનો વધારો થયો હતો, જ્યારે અગાઉના નાણાકીય વર્ષમાં આ વધારો અનુક્રમે 7.8 ટકા અને 4.4 ટકા હતો. મૂલ્યની દ્રષ્ટિએ ચલણમાં બેંક નોટોની સંખ્યામાં વધારો નાણાકીય વર્ષ 2024માં છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ઓછો હતો.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button