નેશનલ

Viral Video: મેડિકલનો અભ્યાસ કરતી પુત્રીને રાત્રે 2 વાગે પિતાએ ફોનમાં એવું શું કહ્યું કે જોઈને તમે પણ રડી પડશો

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા હાલ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પિતા તેની પુત્રીને રાત્રે 2 વાગ્યે મોટિવિટે કરતા હતા. છોકરીએ રાત્રે 2 કલાકે તેના પિતાન ફોન કર્યો ત્યારે તેણે કરિયરનું પ્રેશર નહીં લેવાનું કહીને મોટિવેટ કરી હતી. પિતાની વાત સાંભળીને પુત્રી ભાવુક થઈ ગઈ હતી.

વાયરલ ક્લિપમાં છોકરી રાત્રે તેના પિતા સાથે ફોન પર વાત કરતી વખતે રડતી જોવા મળે છે. તેણે લખ્યું, રાત્રે 2 કલાકે જ્યારે પિતાને ફોન કરું છું ત્યારે તેઓ હંમેશા મને મોટિવેટ અને સપોર્ટ કરે છે. ફોનમાં પિતાને માત્ર અભ્યાસના પરિણામોથી મૂલ્યાંકન ન કરવું જોઈએ તેમ કહેતા સાંભળી શકાય છે.

આ ઉપરાંત વીડિયોમાં પિતા એમ પણ કહી રહ્યા છે કે, એવું નથી કે ડોક્ટર બનવું જ સર્વસ્વ છે, નહીં તો કંઈ નથી. વિશ્વમાં અનેક સારી નોકરીઓ છો. તું પ્રેશરમાં બિલકુલ ન આવતી. તેમજ તેને ભરોસો આપ્યો કે ફાઈનાન્સ કે ફેમિલી એક્સપેક્ટેશનની ચિંતા કરવાની જરૂર નથી.

પિતાએ તેની પુત્રીને કહ્યું કે, જ્યારે તને લાગે કે તું વાંચીને કંટાળી ગઈ છે તો બંધ કરી દેજે, પરંતુ પ્રેશર લેતી નહીં. તું ઈન્ટેલિજેન્ટ છે. અનેક નોકરીઓ છે અને હજુ હું વૃદ્ધ થયો નથી. ઘરમાં કોઈ કમાનારું નથી એવું તો છે નહીં, પૈસાની પણ મુશ્કેલી નથી. હું અઢળક કમાઈશ, તું ચિંતા ન કર.

આ પણ વાંચો…Video: મુકેશ અંબાણી નહીં આ ખાસ વ્યક્તિનો બર્થડે સેલિબ્રેટ કર્યો નીતા અંબાણીએ, કો-ઓર્ડ સેટમાં…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button